આમચી મુંબઈ
નાસિક કુંભ મેળો: મહારાષ્ટ્ર કેબિનેટે યુપીની જેમ ઓથોરિટી સ્થાપવા માટેના કાયદાને મંજૂરી આપી

અહિલ્યાનગર: મહારાષ્ટ્ર કેબિનેટે 2027માં નાસિકમાં આયોજિત થનારા કુંભ મેળાના આયોજન માટે નાશિક કુંભ મેળા ઓથોરિટીની સ્થાપના કરવાના કાયદાને મંજૂરી આપી છે, એમ રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે જણાવ્યું હતું.
કુંભ મેળા ઓથોરિટી (કેએમએ)ની રચના પ્રયાગરાજ કુંભ મેળા ઓથોરિટીના ધોરણે કરવામાં આવશે, જેને કુંભ મેળાના આયોજનની સત્તા આપવામાં આવી હતી.
‘આજની કેબિનેટની બેઠકમાં અમે કુંભ મેળાના આયોજન માટે કુંભ મેળા ઓથોરિટીની સ્થાપનાને સક્ષમ બનાવવા માટે કાયદાને મંજૂરી આપી છે,’ એમ અહિલ્યાનગર જિલ્લાના ચોંડી ગામમાં રાજ્ય કેબિનેટની બેઠકની અધ્યક્ષતા કર્યા પછી ફડણવીસે કહ્યું હતું.
આ પણ વાંચો ડિજિટલ સાધનો સરકારની કાર્યક્ષમતામાં વધારો કરી શકે: અધિકારી