ઠાકરેના મોરચામાં જો વિદ્યાર્થીઓ સામેલ થશે તો તેમના પર કરડક કાર્યવાહી થશે: શિક્ષણ વિભાગનો ફતવો
નાસિક: શહેરમાં ચાલી રહેલા ડ્રગ્ઝ રેકેટ, નશીલા પદાર્થોના સેવનના વધતા ગુના, રોલેટ, બિંગો અને જુગારના અડ્ડા, પોલીસની નિષ્ક્રિયતા વગેરેના વિરોધમાં શિવસેના ઠાકરે જૂથ તરફથી નાસિકમાં ભવ્ય મોરચાનું આયોજન કરવામાં આવ્યું છે. ઠાકરે જૂથના આજના ડ્રગ્ઝ વિરોધી મોરચામાં વિદ્યાર્થીઓ સામેલ ના થાય તેમ માટે નાસિક જિલ્લા પરિષદના શિક્ષણ વિભાગ દ્વારા એક નોટિસ બહાર પાડવામાં આવી છે. જો મોરચામાં વિદ્યાર્થીઓ સામેલ થશે તો તેમના પર પ્રશાસકિય કાર્યવાહી કરવામાં આવશે. તો બીજી બાજુ ઠાકરે જૂથ દ્વારા વિદ્યાર્થીઓને આ મોરચામાં મોટી સંખ્યામાં સામેલ થવાની અપીલ કરવામાં આવી છે.
નાસિકમાં ડ્રગ્ઝ રેકેટના વિરોધમાં સાંસદ સંયજ રાઉતના નેતૃત્વમાં આજે એટલેકે 20મી ઓક્ટોબર 2023ના રોજ 11 વાગે મોરચો શરુ થશે. ઠાકરે જૂથના આજના ડ્રગ્ઝ વિરોધી મોરચામાં વિદ્યાર્થીઓ સામેલ ન થાય તેની તકેદારી રાખો નહીં તો તેમના પર પ્રશાસકીય કાર્યવાહી કરવામાં આવશે.
નાસિક જિલ્લા પરિષદના શિક્ષણ વિભાગ દ્વારા આવી નોટીસ બહાર પાડવામાં આવી છે. જિલ્લાના તમામ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક અને જુનિયર કોલેજના પ્રન્સિપલ અને ડિનને આ અંગે સૂચના આપવામાં આવી છે. વિદ્યાર્થીઓને સામેલ ન કરવું જોઇએ એવું નિવેદન એમઆઇએમ પક્ષ દ્વારા આપવામાં આવ્યું છે. આ જ નિવેદનની પ્રશાસને દખલ લીધી છે.
ડ્રગ્ઝ માફિયા લલિત પાટીલ, ભૂષણ પાટીલ, અભિષેક બલકવડેએ નાસિકમાં ડ્રગ્ઝની ફેક્ટરી શરુ કરી હોવાની વિગતો પોલીસ તપાસમાં જાણવા મળી હતી. મુંબઇ-પુણે પોલીસ નાસિકમાં આવીને કાર્યવાહી કરી જાય છે અને નાસિક પોલીસને તેની જાણ પણ હોતી નથી જે પોલીસની નિષ્ક્રિયતા બતાવે છે.
એમ શિવસેના ઠાકરે જૂથનું માનવું છે. ઉપરાંત નાસિકના પાલક પ્રધાન દાદા ભૂસે પર પણ ડ્રગ્ઝ મામલે આક્ષેપો કરવામાં આવતા રાજકીય વાતાવરણ ગરમાયું છે. ત્યારે આ મુદ્દે આજે શિવસેના ઠાકરે જૂથ દ્વારા મોરચો કાઢી વિવિધ સામાજીક સંગઠનો તથા વિદ્યાર્થીઓ આ મોરચામાં સામેલ થવાના છે તેવો દાવો શિવસેના ઠાકરે જૂથ દ્વારા કરવામાં આવી રહ્યો છે.
આ અંગે વાત કરતાં સંજય રાઉતે કહ્યું હતું કે, નાસિકમાં ડ્રગ્ઝના જાળામાં ફસાઇને યુવાનો બરબાદ થઇ રહ્યાં છે. સ્કૂલ-કોલેજમાં ડ્રગ્ઝ મળી રહ્યું છે. પોલીસને ખૂલેઆમ હપ્તા અપાય છે. કોને કેટલો હપ્તો મળે છે તેની વિગતો મારી પાસે છે. નાસિકના વિધાન સભ્યથી માંડીને નાંદગાવ સુધી હપ્તા પહોંચે છે.
નાસિકમાં જે કંઇ ચાલી રહ્યું છે તે કોના આશિર્વાદથી ચાલી રહ્યું છે? નાસિકથી માલેગાવ સુધી માત્ર ડ્રગ્ઝનો વેપાર ચાલી રહ્યો છે અને તેમાંત પૈસાની ઉથલ-પાથલ પણ થઇ રહી છે. જેના વિરોધમાં આ મોરચો છે.