આમચી મુંબઈમહારાષ્ટ્ર

વિધાનસભાના અધ્યક્ષ તરીકે નાર્વેકર ફાઇનલ

મને પક્ષ જે જવાબદારી સોંપશે તે હું સ્વીકારીશ: રાહુલ નાર્વેકર

મુંબઈ: રાજ્યના ૨૮૮ વિધાનસભ્યની શપથવિધિનો કાર્યક્રમ શનિવારે પૂર્ણ થયા બાદ સોમવારે વિધાનસભાના અધ્યક્ષની નિમણૂક કરવામાં આવશે. આ પદ પર ફરી વખત ભાજપના રાહુલ નાર્વેકરની નિમણૂક કરવામાં આવશે એવી શક્યતા છે.

રાહુલ નાર્વેકરે છેલ્લા અઢી વર્ષ સુધી સ્પીકરની ભૂમિકા બખૂબી નિભાવી હતી. ઠાકરે જૂથ અને શિંદે જૂથ વચ્ચે શિવસેના પક્ષ અને ચિહ્ન બાબતે થયેલા વિવાદમાં નાર્વેકરે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેથી રાહુલ નાર્વેકરને જ સ્પીકરનું પદ સોંપવામાં આવશે, એવી માહિતી સૂત્રોએ આપી હતી.

આપણ વાંચો: અલિબાગનું નામ બદલવાની માગણી સાથે રાહુલ નાર્વેકરનો શિંદેને પત્ર

નાર્વેકરની સ્પીકર તરીકેની નિમણૂક નક્કી જ છે. તેઓ રવિવારે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં વિધાનસભાના સ્પીકર માટેની અરજી રજૂ કરશે.

આ અંગે પ્રતિક્રિયા આપતા નાર્વેકરે જણાવ્યું હતું કે મને પક્ષ તરફથી જે જવાબદારી સોંપવામાં આવશે તે હું પાર પાડીશ. પક્ષ તરફથી વિધાનસભાના સ્પીકર માટે જે નિર્ણય લેવામાં આવશે તે મને માન્ય હશે. પક્ષે અત્યાર સુધી મને ઘણી તક આપી છે અને હવે પણ જે કામ સોંપશે તે હું કરીશ. રવિવારે અરજી કરવાનો દિવસ છે ત્યારે પક્ષ જેણે પણ કહેશે તે અરજી કરશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button