આમચી મુંબઈ

ઉદ્યોગો ગુજરાત જઇ રહ્યા હોવાનો નરેટિવ વિપક્ષો દ્વારા ફેલાવાય છે: ફડણવીસ

મુંબઈ: છેલ્લા કેટલાક વર્ષોમાં મહારાષ્ટ્રના ઘણા ઉદ્યોગો ગુજરાતમાં ગયા હોવાનો વિરોધ પક્ષ દ્વારા આક્ષેપ કરાઇ રહ્યો છે ત્યારે બીજી બાજુ રાજ્યના ઉદ્યોગો ગુજરાતમાં ગયા નથી, એવો દાવો નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કર્યો હતો અને કહ્યું હતું કે ઉદ્યોગો રાજ્યની બહાર જઇ રહ્યા હોવાનો નરેટિવ વિપક્ષો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.

વિધાનસભામાં વિપક્ષ નેતા વિજય વડ્ડેટિવારે આક્ષેપ કર્યો હતો કે મહારાષ્ટ્રનો વધુ એક પ્રકલ્પ ગુજરાત ગયો છે. નાગપુરમાં સોલર પૅનલ પ્રકલ્પ આવવાનો હતો, જેના હેઠળ મહારાષ્ટ્રમાં ૧૮,૦૦૦ કરોડનું રોકાણ થવાનું હતું. રાજકીય ઉદાસીનતાને કારણે આ પ્રકલ્પ પણ રાજ્યની બહાર જતો રહ્યો છે.

આપણ વાંચો: મહાવિકાસ આઘાડીના ત્રણેય સુપ્રીમો એક મંચ પર

હિન્દુ-મુસ્લિમ વિવાદ, જીભ કોપા-જીભ પર ડામ આપો, પક્ષ ફોડો, વિધાનસભ્યોને ભગાવો વગેરે કૃત્યો કરનારી મહાયુતિની સરકાર મહારાષ્ટ્રમાં છે ત્યારે વિશ્વના કોર્પોરેટ કંપનીઓ અને ઉદ્યોગોને રાજ્યમાં વેપાર કરવો મુશ્કેલ થઇ ગયું છે. તેથી પ્રકલ્પો ગુજરાત જઇ રહ્યા છે, એમ વડ્ડેટિવારે જણાવ્યું હતું.

તેના પર પ્રતિક્રિયા આપતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે વિરોધ પક્ષ સતત મહારાષ્ટ્રની બદનામી કરી રહ્યો છે. રિન્યૂ પાવર પ્લાન્ટ મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં ગયો એવો પ્રચાર તેમના દ્વારા કરાયો, પણ હવે રિન્યૂ પાવર પ્લાન્ટે જ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે અમે મહારાષ્ટ્રમાં જ છીએ અને રાજ્ય છોડીને અમે ક્યાંય જવાના નથી. અમે અહીં રોકાણ પણ વધારવાના છીએ. રિન્યુ પાવર પ્લાન્ટના નિવેદન બાદ વિરોધ પક્ષ ખોટો પડ્યો હોવાનું સ્પષ્ટ થયું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button