ઠાકરે બંધુ અંગે નારાયણ રાણેએ આપ્યું મહત્ત્વનું નિવેદન, રાજકારણ ખતમ થઈ ગયું…

મુંબઈ: ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના સંસદ સભ્ય નારાયણ રાણેએ કહ્યું હતું કે ઉદ્ધવ અને રાજ ઠાકરેનું રાજકારણ ખતમ થઈ ગયું છે અને જો તેઓ ફરી ભેગા થશે એનાથી કોઈ ફેર નહીં પડે.
વિપક્ષી નેતા રાહુલ ગાંધીના મત ચોરી આરોપોથી ચૂંટણીના પરિણામ પર કોઈ અસર નહીં થાય એમ જણાવી રાણેએ ઉમેર્યું હતું કે ‘મને એ વાતમાં રસ નથી કે ઉદ્ધવ અને રાજ ઠાકરે સાથે આવી રહ્યા છે કે નહીં.’
ગણેશ ઉત્સવ દરમિયાન ઉદ્ધવ રાજના ઘરે જશે તેવી અટકળો પર ટિપ્પણી કરતા પૂર્વ કેન્દ્રીય પ્રધાને કહ્યું હતું કે ‘જો કોઈ વ્યક્તિ બીજાના નિવાસસ્થાનની મુલાકાત લે તો તેનાથી શું ફરક પડે છે? એ સાવ નજીવી બાબત છે.’
આપણ વાંચો: “બંને ભાઈ સાથે આવે છે તો…” ઉદ્ધવ અને રાજ ઠાકરેના ભેગા થવાની અટકળો પર શું બોલ્યા NCPના સુપ્રિયા સુળે?
ઉદ્ધવ અને રાજ, અનુક્રમે શિવસેના (યુબીટી) અને મનસેના અધ્યક્ષ આગામી પાલિકા ચૂંટણી માટે જોડાણ કરે એવી અટકળો મહારાષ્ટ્રમાં રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે. ઔપચારિક જાહેરાતની રાહ જોવાઇ રહી છે.
રાહુલ ગાંધીના વોટ ચોરીના આરોપો વિશે પૂછવામાં આવતા રાણેએ કહ્યું કે ‘રાહુલ ગાંધી કે ઉદ્ધવ ઠાકરે દ્વારા જે પણ કહેવામાં આવે છે તે અર્થહીન છે. તેનાથી ચૂંટણીના પરિણામ પર કોઈ અસર નહીં પડે.’ (પીટીઆઈ)