Assembly Election: કોંગ્રેસ પ્રદેશપ્રમુખ ઉમેદવારી પત્ર ભરવા માટે કઈ રીતે પહોંચ્યા, જનતાને શું આપ્યું વચન?

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે મહા વિકાસ આઘાડી (એમવીએ) મહાયુતિ પાસેની સત્તા મેળવવા એડી ચોટીનું જોર લગાવી રહી છે ત્યારે આજે છેલ્લા દિવસે (નોમિનેશનના) કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ નાના પટોલેએ આજે ઉમેદવારી પત્ર ભર્યું હતું. જોકે, ઉમેદવારી પત્ર ભરવા માટે નાના પટોલે બળદગાડામાં બેસીને જતા લોકોને આશ્ચર્ય પણ થયું હતું, જ્યારે સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી હતી.
આ પણ વાંચો : Assembly Election: શા માટે ચૂંટણી પંચે નવેમ્બરમાં ઈલેક્શનની કરી જાહેરાત?
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી 20મી તારીખ અને 23મી નવેમ્બરના પરિણામો જાહેર કરવામાં આવશે ત્યારે મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ નાના પટોલેએ આજે ઉમેદવારી પત્ર ભરવા માટે આગવા અંદાજમાં પહોંચ્યા હતા. ઉમેદવારી પત્ર ભર્યા પછી સોશિયલ મીડિયા પરના પ્લેટફોર્મ એક્સ (ટવિટર પર) લખ્યું હતું કે અહીંના લોકોમાં ઉત્સાહ જોઈ શકો છો. જનતા વિપક્ષને જવાબ આપશે. મહારાષ્ટ્ર સરકાર અને કેન્દ્ર સરકાર, ખેડૂતો, ગરીબો, મહિલાઓ અને અનામતની વિરોધમાં છે.
મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તન નિશ્ચિત છે. સત્તામાં આવ્યા પછી ખેડૂતોનું દેવું માફ કરીશું, મહિલાઓની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. યુવાનોને રોજગારી આપવા અને મોંઘવારી ઘટાડવાની અમારી પ્રાથમિકતા છે.
નાના પટોલેએ વધુમાં લખ્યું હતું કે આ જીતનો પ્રારંભ છે. મહારાષ્ટ્રની વિધાનસભામાં મહા વિકાસ આઘાડી સત્તામાં આવશે. સાકોલી વિધાનસભાના મતવિસ્તારમાંથી ઉમેદવારીપત્ર ભર્યા પહેલા પ્રદેશપ્રમુખ પટોલેએ રેલીમાં હાજરી આપી હતી, જ્યાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. મહા વિકાસ આઘાડી છત્રપતિ શિવાજી મહારાજ, શાહુ-ફુલે-આંબેડકરના વારસાને સુરક્ષિત રાખવા અને મહારાષ્ટ્રના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. ‘ચલો લડે, ચલો મહારાષ્ટ્ર બનાયેં.’
આ પણ વાંચો : ઘડિયાળોન કાંટો ફરતો જાય છે, હજુ 23 ઉમેદવારના નામ જાહેર થવાના બાકી
અહીં એ જણાવવાનું કે નાના પટોલે ઉમેદવારી પત્ર ભરવા માટે બળદગાડા પર સવાર થઈને પહોંચ્યા હતા. એ વખતે મોટી સંખ્યામાં ત્યાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ વખતની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી મહાવિકાસ આઘાડી અને મહાયુતિ વચ્ચે જોરદાર ટક્કર રહેશે. મહાવિકાસ આઘાડીમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને શરદ પવારની એનસીપી વિભાજિત થયા પછી પહેલી વખત ચૂંટણી યોજવામાં આવશે, ત્યારે મોટી પાર્ટી સાથે સાથે નાની-નાની પાર્ટીઓનું વર્ચસ્વ વધશે.