આમચી મુંબઈ

મહાયુતિના મોટા ભાગના પ્રધાનો દાગી: નાના પટોલે…

મુંબઈ: મહારાષ્ટ્ર કૉંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ શુક્રવારે એવો આરોપ લગાવ્યો હતો કે રાજ્યની મહાયુતિ સરકારના 65 ટકા પ્રધાનો દાગી છે.

Also read : મહાયુતિના સાથી પક્ષોની વચ્ચે સત્તા માટે ‘આંતરિક તકરાર’: પટોલેએ વ્યક્ત કરી ચિંતા

મોટા ભાગના પ્રધાનોએ ગયા મહિને શપથ ગ્રહણ કર્યા હોવા છતાં હજી સુધી તેમનું કામ ચાલુ કર્યું નથી, એમ તેમણે પત્રકારોને નાગપુરમાં કહ્યું હતું.

65 ટકા પ્રધાનો દાગી છે એવો આરોપ તેમણે લગાવ્યો હતો, પરંતુ આની વિગતો આપી નહોતી.
સોયાબીન, કપાસ, કાંદા અને દુગ્ધ વ્યવસાય સાથે સંકળાયેલા ખેડૂતો હતાશામાં છે અને રાજ્યમાં બેરોજગારી ચરમસીમા પર છે, એવો આરોપ કરતાં તેણે જણાવ્યું હતું કે રાજ્યની ભાજપ-શિવસેના-એનસીપીની સરકાર આ લોકોની સમસ્યા પ્રત્યે ઉદાસીન છે.

પુણેના કૉંગ્રેસના ભૂતપૂર્વ વિધાનસભ્ય રવીન્દ્ર ઘંગેકર અને અન્ય પાર્ટીના નેતાઓ એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનામાં જોડાવાના છે એવા અહેવાલો અંગે પુછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે કેટલાક લોકો માટે રાજકારણ વ્યવસાય છે અને તેઓ જ્યાં સત્તા હોય ત્યાં જ જતા હોય છે, પરંતુ જનતા અમારી સાથે છે.

અહીં નોંધનીય છે કે ઘંગેકરને જ્યારે એકનાથ શિંદે સાથેની તેમની દિવસના સવારના ભાગમાં થયેલી મુલાકાત અંગે પુછવામાં આવ્યું ત્યારે તેમણે નકારી કાઢ્યું હતું કે તેઓ કૉંગ્રેસ છોડવાના છે. તેમણે એવી સ્પષ્ટતા કરી હતી કે તેમના ભૂતપૂર્વ મતદારસંઘના કેટલાક કામ માટે તેઓ શિંદેને મળ્યા હતા.

Also read : ભાજપે કહ્યું હતું કે ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહેલા લોકોને જેલમાં ધકેલી દેવામાં આવશે…

અહીં ઉલ્લેખનીય છે કે, પટોલેને ભૂતપૂર્વ વિધાનસભ્ય સાથે બનતું નથી.
અન્ય એક સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે ચૂંટણી પંચની કામગીરી પારદર્શક નહોતી.
કૉંગ્રેસના નેતાએ રાજ્યમાં લાડકી બહેન યોજનાના અમલ અંગે પણ ટીકા કરી હતી.

અન્ય રાજ્યોમાં રહેતી અને કેટલીક બાંગ્લાદેશી નાગરિકને પણ બનાવટી દસ્તાવેજોને આધારે આ યોજનાનો લાભ મળ્યો છે, એવો દાવો તેમણે કર્યો હતો. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button