આમચી મુંબઈમહારાષ્ટ્ર

મહાવિકાસ આઘાડીના ઉમેદવારોના નામ થયા જાહેર

મુંબઇઃ લોકસભાની ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે, તેમ તેમ વિવિધ રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી રહ્યા છે. શનિવારે શિવસેના યુબીટી જૂથના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ તેમની પાર્ટીના ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. અધેરીમાં પાર્ટીના એક કાર્યક્રમમાં ઉદ્ધવ ઠાકરેએ અમોલ કીર્તિકરને પાર્ટીના ઉમેદવાર જાહેર કર્યા.

કોંગ્રેસના સંજય નિરુપમ આ સીટ પર સતત દાવો કરી રહ્યા હતા, પરંતુ મહાવિકાસ આઘાડીમાં સીટોની વહેંચણી નક્કી થયા બાદ ઉદ્ધવ ઠાકરેએ અમોલ કીર્તિકરના નામની જાહેરાત કરી છે.

એમવીએમાં બેઠકોની વહેચણીની જીહેરાત થઇ એ પહેલા ગઠબંધનના ઘટક પક્ષો પોતપોતાના પક્ષ વતી કેટલીક બેઠકો પર પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી રહ્યા હતા અને સહયોગી પક્ષ પર દબાણ લાવવાની કોશિશ કરી રહ્યા હતા. MVA ના ઘટક પક્ષોમાં શિવસેના- UBT, કોંગ્રેસ અને NCP-શરદચંદ્ર પવાર પાર્ટીનો સમાવેશ થાય છે.

સીટોની વહેંચણી નક્કી થયા બાદ શિવસેના યુબીટી, કોંગ્રેસ અને એનસીપી શરદ પવારની પાર્ટીએ કેટલાક ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. શિવસેનાએ મુંબઈ નોર્થ વેસ્ટ સીટ પરથી અમોલ કીર્તિકરને પોતાનો ઉમેદવાર બનાવ્યો છે.

શિવસેના યુબીટીએ દક્ષિણ મુંબઇની બેઠક પરથી અરવિંદ સાવંતને અને અકોલાથી VBA પાર્ટીના પ્રકાશ આંબેડકરને મેદાનમાં ઉતાર્યા છે. શરદ પવારની પાર્ટીએ સુપ્રિયા સુળેને બારામતીથી અને અમોલ કોલ્હેને શિરૂર બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે. ગ્રેસે સોલાપુરથી પરિણીતી શિંદે, હિંગોલીથી પ્રજ્ઞા સાતવ અને ચંદ્રપુર સીટથી પ્રતિભા ધાનોરકરને ઉમેદવાર બનાવ્યા છે.

નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં લાંબા સમયથી સીટ વહેંચણીને લઇને પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. હાલમાં કેટલીક બેઠકોની વહેંચણી નક્કી કરીને ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button