આમચી મુંબઈ
નાલાસોપારામાં 42 લાખના ડ્રગ્સ સાથે નાઇજીરિયન પકડાયો

પાલઘર: પાલઘર જિલ્લાના નાલાસોપારામાંથી પોલીસે 42.80 લાખ રૂપિયાનું ડ્રગ્સ પકડી પાડીને નાઇજીરિયનની ધરપકડ કરી હતી.
એન્ટિ-નાર્કોટિક્સ સેલ (એએનસી)ના અધિકારીઓ 11 ઑક્ટોબરે નાલાસોપારામાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે ક્રિકેટ ક્લબ ગ્રાઉન્ડની નજીક ઊભેલા નાઇજીરિયન પર તેમની નજર પડી હતી. નાઇજીરિયનની હિલચાલ શંકાસ્પદ જણાતાં તેને તાબામાં લેવાયો હતો.
આ પણ વાંચો: બોરીવલી, મલાડ અને સાયનથી 3.59કરોડનું ડ્રગ્સ પકડાયું: ત્રણની ધરપકડ
નાઇજીરિયનની ઓળખ કાલૂ બેસે ચૂકવુમેકા (45) તરીકે થઇ હતી, જેની તલાશી લેવામાં આવતાં 42.80 લાખ રૂપિયાનું મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. નાલાસોપારાના પ્રગતિનગરમાં રહેનારા આરોપી વિરુદ્દ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો હતો.
(પીટીઆઇ)