આમચી મુંબઈ

પંજાબમાં ડ્રગ્સ કેસમાં ત્રણ વર્ષથી ફરાર નાઇજીરિયનની નાલાસોપારાથી ધરપકડ ભારતમાં 2014થી ગેરકાયદે વસવાટ કરતો હતો: પોલીસ

પાલઘર: પંજાબમાં ડ્રગ્સના કેસમાં ત્રણ વર્ષથી ફરાર નાઇજીરિયનની નાલાસોપારાથી ધરપકડ કરવામાં આવી હતી. આરોપી ભારતમાં 2014થી ગેરકાયદે વસવાટ કરતો હતો, એવું પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું.

મીરા-ભાયંદર વસઇ-વિરા પોલીસના એન્ટિ-નાર્કોટિક્સ સેલે (એએનસી) ગુરુવારે નાઇજીરિયન ઉબાનાતુ લિવિનસ ઉચેન્ના ઉર્ફે ઉચિએના ઉબલાતુ ઉર્ફે એરિક (36)ને પકડી પાડ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.

આ પણ વાંચો : મુંબઈ એરપોર્ટ પર 53 કરોડ રૂપિયાનું ડ્રગ્સ, હીરા-દાગીના પકડાયાં…

નાયગાંવ પોલીસ સ્ટેશનની હદમાં એએનસીના અધિકારીઓ પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે પ્રગતિ નગર વિસ્તારમાં તેમની નજર નાઇજીરિયન પર પડી હતી. નાઇજીરિયનની હિલચાલ શંકાસ્પદ જણાતાં પોલીસ ટીમે તેને તાબામાં લીધો હતો. પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે તે 2014થી ભારતમાં ગેરકાયદે વસવાટ કરી રહ્યો હતો.

નાઇજીરિયન વિરુદ્ધ તુલિંજ પોલીસ સ્ટેશનમાં ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : મહેસાણામાં ₹10.86 લાખના MD ડ્રગ્સ સાથે રાજસ્થાનના 3 યુવકો ઝડપાયા! ટ્રેન મારફતે થતી હતી હેરાફેરી

પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે નાઇજીરિયન વિરુદ્ધ પંજાબમાં નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપિક સબસ્ટન્સીસ (એનડીપીએસ) એક્ટ હેઠળ ગુનો દાખલ હતો અને આ કેસમાં તે ફરાર હતો. એએનસીના અધિકારીઓએ પંજાબ પોલીસનો સંપર્ક સાધ્યો હોઇ આરોપીને બાદમાં તેમને હવાલે કરવામાં આવશે. (પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button