નાહુર બર્ડ પાર્કના ટેન્ડર પ્રક્રિયામાં ગેરરીતિના આક્ષેપ સામે સુધરાઈએ કર્યો આ દાવો…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પૂર્વ ઉપનગરના નાહુરમાં બનાવવામાં આવી રહેલા બર્ડ આઈવરી પ્રોજેક્ટ (બર્ડ પાર્ક)ના ખર્ચમાં ૬૬ ટકાનો વધારો થયો હોવાની ફરિયાદ બાદ ઝૂ ઓથોરિટીએ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે આ પ્રોજેક્ટમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ આચરવામાં આવી નથી અને ટેન્ડર પ્રક્રિયામાં પારદર્શિતા અને ન્યાયી સ્પર્ધા સુનિશ્ર્ચિત કરીને તમામ ગાઈડલાઈનનું પાલન કરવામાં આવ્યું હતું.
તેમ જ કોઈ પણ કૉન્ટ્રેક્ટરને ધ્યાનમાં રાખીને ટેન્ડર બનાવવામાં આવ્યું નહોતું અને તમામ લોકોને બોલી લગાવવાની છૂટ હતી. સુધરાઈએ નાહુરમાં એક્ઝોટિક બર્ડ પાક બનાવવા માટે ૧૬૬ કરોડ રૂપિયાની બીડ મગાવી છે. આ પાર્કમાં મકાઉ, ટુકન, હંસ, શાહમૃગ જેવી પ્રજાતિએ હશે.
જેમાં સ્ટેનલેસ સ્ટીલ ટેન્સાઈલ વાયર મેશથી કુદરતી લાગે તે મુજબના ઘર બનાવવામાં આવવાના છે. આ પ્રોજેક્ટમાં બગીચો, તળાવ, પક્ષીઓ માટે ઘર, વાડો અને કૃત્રિમ રોકવર્ક પણ ઊભું કરવામાં આવવાનું છે. આ પ્રોજેક્ટમાં પશુચિકિત્સા હૉસ્પિટલ, ક્વોરન્ટાઈન ઝોન સહિત અન્ય સુવિધા પણ હશે. પર્યટકો માટે બર્ડ શો, અંડરગ્રાઉન્ડ પાર્કિંગ, એવી સિસ્ટમ, ઈકો ફેન્ડ્રલી લાઇટિંગની સિસ્ટમ વગેરે પણ હશે.
પાલિકાના આ ટેન્ડર સામે સામાજિ કાર્યકર્તાએ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને ટેન્ડર રદ કરવાની માગણી કરી હતી, જેમાં પ્રોજેક્ટના ખર્ચમાં મૂળ અંદાજિત ૧૦૦ કરોડ રૂપિયાથી માત્ર ચાર મહિનામાં આ રકમ ૧૬૬ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી, જે ગેરવ્યાજબી હતો. ૬૬ ટકા વધારાને તેમણે સીધી લૂંટ ગણાવી હતી.
જોકે ભાયખલા ઝૂના ડિરેક્ટટર સંજય ત્રિપાઠીએ શુક્રવારે ભ્રષ્ટાચાર, પક્ષપાત અને જાહેર ભંડોળણનો દુરઉપયોગના તમામ આરોપોને નકારી કાઢયા હતા. તેમ જ ટેન્ડર પ્રક્રિયામાં કોઈ પણ ગેરરીતિ આચરવામાં આવી ન હોવાની સ્પષ્ટતા કરી હતી.
તેમણે લેખિતમાં જણાવ્યું હતું કે ૧૬૬ કરોડ રૂપિયાનો આકંડો તેમનો પોતાનો નથી.
આ આંકડો એન્જિનિયરિંગ, પ્રોકરમેન્ટ અને ક્ન્સ્ટ્રકશન ધોરણે ટેન્ડર બનાવવામાં આવ્યો હતો. બિડરોએ ડિઝાઈન, ડ્રોઈંગ અને સ્થળની સ્થિતિનો અભ્યાસ કરવો અને પોતાનો વિગતવાર ખર્ચ અંદાજ સબમીટ કરવાના જરૂરી હતી. આ બર્ડ પાર્ક આંતરરાષ્ટ્રીય ધોરણે બનાવવામાં આવવાનું છે.
તેથી તે મુજબનું એન્જિનિયરિંગનું કામ અને સાધાન-સામગ્રીનો ઉપયોગ કરવામાં આવવાો છે. ટેન્ડર પ્રક્રિયા અત્યંદ પારદર્શક તેમ જ કોઈ પણ પ્રકારના પક્ષપાત વગરની અને તમામ બિડરો માટે સમાન તક આપનારી હતી.