આમચી મુંબઈ

નાગપુર હિંસામાં એક મોતઃ ફડણવીસે નાગપુરની મુલાકાત લીધી અને કહ્યું કે…

મહારાષ્ટ્રના નાગપુરમાં થયેલી હિંસાને લઈને શહેરનો માહોલ ભારે તણાવપૂર્ણ બની ગયો છે. હિંસામાં અનેક લોકો ઘાયલ થયા હતાં. આ ઘટનાને લઈને છેલ્લા 6 દિવસથી નાગપુરના 9 વિસ્તારોમાં કર્ફ્યું લાગેલ છે. પોલીસે અત્યારે તમામ વિસ્તારોમાં શાંતિ જળવાય તે માટે બંદોબસ્ત ગોઠવ્યો છે. આ હિંસામાં ઘાયલ થયેલા એક વ્યક્તિ ઇરફાન અંસારીનું મોત થયું છે. વિગતે પ્રમાણે 17 તારીખે થયેલી હિંસામાં ઇરફાન ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેનું આજે હોસ્પિટલમાં તેનું મોત થયું છે.

આ પણ વાંચો…નાગપુર હિંસાનો દોષ છાવા ફિલ્મને માથે નાખીને ફડણવીસ નબળાઈ દેખાડે છે: શિવસેના (યુબીટી)…

હિંસામાં ઘાયલ થયેલા એક વ્યક્તિ ઇરફાન અંસારીનું થયું મોત

નાગપુરમાં થયેલી હિંસા મામલે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાને કડક કાર્યવાહીના આદેશ આપ્યાં છે. નાગપુર હિંસા બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પહેલી વાર નાગપુર પહોંચ્યા છે. નાગપુરમાં થયેલા રમખાણો અંગે સીએમ દેવેન્દ્ર ફડણવીસે વરિષ્ઠ પોલીસ અધિકારીઓને પણ મળ્યાં અને ઘટનાની વિગતો જાણી હતી. આ દરમિયાન મુખ્ય પ્રધાને કહ્યું કે, પોલીસે ઘટનાના 4-5 કલાકમાં જ આ રમખાણ પર કાબૂ મેળવી લીધો હતો. સમગ્ર હિંસા દરમિયાન ઘણા પોલીસકર્મીઓ પણ ઘાયલ થયાં હતાં.

હિંસામાં સામેલ 104 લોકોનો ઓળખ કરી લેવામાં આવી

સીએમ દેવેન્દ્ર ફડણવીસે મીડિયાને વિગતો આપતા જણાવ્યું કે, સીસીટીવી વીડિયો અને લોકોએ આપેલા વીડિયોના આધારે આ હિંસામાં સામેલ 104 લોકોનો ઓળખ કરી લેવામાં આવી છે. આ 104 લોકોમાંથી પોલીસે 92 લોકોની ધરપકડ પણ કરી જેમાં 10 કિશોર પણ સામેલ છે. આ સાથે 64 સોશિયલ મીડિયા પોસ્ટ પર પણ કાર્યવાહી કરવામાં આવી છે. સીએમ ફડણવીસે કહ્યું કે, નાગપુર હિંસામાં સામેલ દરેક વ્યક્તિને કડકમાં કડક સજા કરવામાં આવશે અને જ્યા સુધી તમામ લોકોની ધરપકડ કરવામાં નહીં આવે ત્યાં સુધી કાર્યવાહી થશે. હિંસાના કારણે જેટલું પણ નુકસાન થયું છે તેની ભરપાઈ હિંસામાં સામેલ તોફાનીઓ પાસેથી જ કરવામાં આવશે.

આ પણ વાંચો..નાગપુર હિંસા મુદ્દે હવે પોલીસે આપ્યું મહત્ત્વનું નિવેદન, જાણો શું કહ્યું?

હજી પણ નાગપુરમાં પોલીસ બંદોબસ્ત યથાવત

નોંધનીય છે કે, નાગપુર હિંસાને લઈ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાને કડક કાર્યવાહીના આદેશ આપ્યાં છે. આ હિંસામાં સામેલ તોફાનીયો અને તેમની મદદ કરવાના લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે સાથે પોલીસ સોશિયલ મીડિયા પર પણ ધ્યાન રાખી રહી છે. અત્યાર સુધીમાં 64 સોશિયલ મીડિયા પોસ્ટ સામે કાર્યવાહી કરવામાં આવી છે. અત્યારે પણ નાગપુરના મોટા ભાગના વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયેલો છે. જો કે, અત્યારે તો હિંસા કાબુમાં આવી ગઈ છે, પરંતુ ફરી આ હિંસા શરૂ ના થાય તે માટે પોલીસ ગોઠવાયેલી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button