નાગપુરમાં પોલીસે ચેકિંગ દરમિયાન ટુ વ્હીલર રોક્યુ અને ડિક્કી ખોલી જોયું તો…
મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રના નાગપુરમાં( NAGPUR) પોલિસએ નાકાબંદી દરમ્યાન નંબર પ્લેટ વગરની એક સ્કૂટીને રોકી હતી. પૂછપરછ દરમિયાન પોલીસને શંકાસ્પદ લાગતા તેમણે યુવાનોને ડિક્કી ખોલવા જણાવ્યું હતું, પરંતુ ડિક્કી ખોલતા જ હાજર પોલીસકર્મીઓના પણ હોશ ઊડી ગયા હતા.
મહારાષ્ટ્રના નાગપુરમાં પોલિસે નાકાબંદી કરી વાહનોંનું ચેકિંગ કરી રહી હતી, તે દરમિયાન એક સ્કૂટી પર સવાર બે યુવકોંને રોકવામાં આવ્યા હતા. વાહન નંબરપ્લેટ વિના હોવાથી પોલીસને શંકા ગઈ અને તેમણે રોકી પૂછપરછ કર્યા બાદ ડિક્કી ખોલવામાં કહ્યું ત્યારે આખી ડિક્કી ચલણી નોટોથી ભરેલી હતી. આ જોઈ પોલીની આંખો પણ પહોળી થઈ ગઈ હતી. પોલીસ સૂત્રોએ આપેલી જાણકારી અનુસાર રૂ. 41 લાખની રકમ ડિક્કીમાંથી નીકળી હતી. આ ઘટના નાગપુરના કોતવાલી પોલિસ સ્ટેશન ક્ષેત્રના શિવાજી ચૌકની હોવાનું જાણવા મળ્યું છે.
તે સમયે સ્કૂટીની ડિક્કી માંથી 41 લાખ રોકડ મળી આવી હતી જેનો યુવક પાસે કોઈ નક્કર હિસાબ ન હતો. જેથી પોલિસને શંકા થઈ ઝોન 3 ના અધિકારીએ જણાવ્યું હતું કે આરોપી યુવકની અટકાયત કરવામાં આવી અને ઈનકમ ટેક્સ વિભાગને જાણ કરવામાં આવી છે.
આ પણ વાંચો…ગઢચિરોલીમાં 11 નક્સલવાદીઓએ સીએમ ફડણવીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું
પોલિસે યુવકોના વિરુધ ગુનો દાખલ કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. નાગપુર પોલીસ (NAGPUR POLICE) આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે કડક કાર્યવાહી કરી રહી છે સાથે આ કેસમાં હવાલા નેટવર્કની સંડોવણી હોવાની શક્યતા જણાતા તે દિશામાં પણ તપાસ કરી રહી છે.
જોકે આટલી મોટી રકમના બંડલ સ્કૂટીની ડિક્કીમાં કઈ રીતે સમાયા તે પણ વિચારવા જેવી વાત છે.