નાગપુરમાં પિકનિક જતી બસ ઊંધી વળીઃ વિદ્યાર્થીનું મોત…
નાગપુર: સ્કૂલ પિકનિક જતી બસને આજે સવારે નડેલા અકસ્માતમાં એક વિદ્યાર્થીનું મોત તથા અનેક વિદ્યાર્થી અને શિક્ષકો ઘાયલ થયા હતા, એમ પોલીસે જણાવ્યું હતું. શંકર નગરની સરસ્વતી હાઇ સ્કૂલના વિદ્યાર્થીઓની પિકનિક બસમાં વર્ધા જિલ્લાએ જઇ રહી હતી. ત્યારે આ અકસ્માત થયો હતો.
આ પણ વાંચો : મહારાષ્ટ્રની ચૂંટણી: સૌથી શ્રીમંત ત્રણેય વિધાનસભ્યો ભાજપના
પાંચમાંથી એક બસ પહાડી વિસ્તારના હિંગાની રોડ પરના દેવલી પેંઢારી ગામ નજીક પલટી ખાઇ ગઇ હતી અકસ્માતગ્રસ્ત બસમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો મળીને કુલ પચાસ લોકો મુસાફરી કરી રહ્યા હતા, એમ પોલીસે જણાવ્યું હતું.
આ અકસ્માતમાં સાતમા ધોરણમાં ભણતો વિદ્યાર્થી મૃત્યુ પામ્યો હતો. એક વિદ્યાર્થિની અને શિક્ષક ગંભીર રીતે ઘાયલ થયા હતા જેઓને નાગપુરની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ હોસ્પિટલમાં દાખલમાં કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનપદનો શપથગ્રહણ સમારોહ 29 તારીખે થવાની શક્યતા…
અન્ય ઘાયલોને નજીકની ગ્રામીણ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. અકસ્માત થવાનું કારણ જાણવા તપાસ થઇ રહી છે, એમ પોલીસે જણાવ્યું હતું.
(પીટીઆઇ)