નાણાં વિભાગનો કોઈ વિરોધ નથી: ફડણવીસ...
આમચી મુંબઈ

નાણાં વિભાગનો કોઈ વિરોધ નથી: ફડણવીસ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: 802 કિલોમીટર લાંબા નાગપુર-ગોવા શક્તિપીઠ એક્સપ્રેસ-વે પર ચાલી રહેલા વિવાદ વિશે બોલતા ફડણવીસે કહ્યું હતું કે રાજ્યના નાણાં વિભાગે પ્રોજેક્ટ માટે જમીન સંપાદન કરવા માટે લોન લેવાના નિર્ણય સામે કોઈ વાંધો ઉઠાવ્યો નથી.
તેમણે (નાણા વિભાગ) ફક્ત કેટલાક મુદ્દાઓ તરફ ધ્યાન દોર્યું છે, જે તેમનું કામ છે, એમ મુખ્ય પ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું.

‘જ્યારે આપણે માળખાકીય સુવિધાઓમાં રોકાણ કરીએ છીએ, ત્યારે અર્થતંત્રનો વિકાસ થાય છે. બધા દેશો લોન લઈને માળખાકીય સુવિધાઓનું નિર્માણ કરે છે. શક્તિપીઠ એક્સપ્રેસ-વેને કારણે મરાઠવાડા અને રાજ્યના દુકાળગ્રસ્ત વિસ્તારોનો વિકાસ થશે. તે ફક્ત ઍક્સેસ નિયંત્રિત રસ્તો નહીં હોય. અમે રૂટના દર 100 કિલોમીટર પર 500થી 1000 ખેત તળાવો પણ બનાવીશું,’ એમ તેમણે પત્રકારોને જણાવ્યું હતું.

આપણ વાંચો : ભારતની લોકશાહી બચી ગઈ કારણ કે લોકોએ કટોકટીનો પ્રતિકાર કર્યો હતો: ફડણવીસ

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button