આમચી મુંબઈ
નગર પરિષદો, નગર પંચાયતોની ડ્રાફ્ટ મતદાર યાદી પર વાંધા અને સૂચનો માટેની અંતિમ તારીખ 17 ઓક્ટોબર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્ય ચૂંટણી પંચે રાજ્યમાં નગર પરિષદો અને નગર પંચાયતોના સભ્યો અને સીધા પ્રમુખોના પદો માટે સામાન્ય ચૂંટણીઓ માટે વોર્ડવાર ડ્રાફ્ટ મતદાર યાદી પર વાંધા અને સૂચનો માટેની અંતિમ તારીખ 17 ઓક્ટોબર, 2025 સુધી લંબાવવામાં આવી છે.
આપણ વાંચો: વરસાદી માહોલ વચ્ચે આજે ભાવનગર જિલ્લાની 224 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન
નગર પરિષદો અને નગર પંચાયતોની ચૂંટણીઓ માટે વોર્ડવાર ડ્રાફ્ટ મતદાર યાદી આઠ ઓક્ટોબર, 2025ના રોજ પ્રકાશિત કરવામાં આવી હતી. હવે તેના પર 13 ઓક્ટોબરને બદલે 17 ઓક્ટોબર, 2025 સુધી વાંધા અને સૂચનો દાખલ કરી શકાય છે. વોર્ડવાર અંતિમ મતદાર યાદી 28 ઓક્ટોબરને બદલે 31 ઓક્ટોબર, 2025ના રોજ પ્રકાશિત કરવામાં આવશે.