નાગ પંચમી: જીવંત સાપ પૂજા સામે વાંધો, હાઈકોર્ટનો નિર્દેશ શું કહે છે? | મુંબઈ સમાચાર

નાગ પંચમી: જીવંત સાપ પૂજા સામે વાંધો, હાઈકોર્ટનો નિર્દેશ શું કહે છે?

મુંબઈઃ પર્યાવરણવાદીઓ અને પ્રાણી અધિકાર કાર્યકરોના એક જૂથે મહારાષ્ટ્ર સરકારની નાગ પંચમી પર સાંગલી જિલ્લાના બત્તીસ શિરાલા શહેરમાં જીવંત સાપની પૂજા કરવાની પ્રથા ફરી શરૂ કરવાના માર્ગો શોધવાની યોજનાનો વિરોધ કર્યો છે.

બત્તીસ શિરાલા શ્રાવણ મહિનામાં ઉજવાતી નાગ પંચમી પર જીવંત સાપની પૂજા કરવાની તેની જૂની પ્રથા માટે જાણીતું છે. ૨૦૦૨માં બોમ્બે હાઈ કોર્ટે શહેરમાં કોબ્રાના પ્રદર્શન પર પ્રતિબંધ મૂક્યો હતો.

અગાઉ રાજ્ય વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય સત્યજીત દેશમુખે આ મુદ્દો ઉઠાવતા કહ્યુ હતું કે બત્તીસ શિરાલામાં નાગ પંચમીનો તહેવાર એક ધાર્મિક પરંપરા છે જેનું ઐતિહાસિક મહત્વ છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્રના વિધાનસભ્યો નાગ પંચમી પર સાપની પૂજા ફરી શરૂ કરાવવા માગે છે

પ્રખ્યાત હર્પેટોલોજિસ્ટ મૃગંક પ્રભુએ જણાવ્યું હતું કે એવા રિવાજને પુનર્જીવિત કરવાની બિલકુલ જરૂર નથી જે પહેલાથી જ લુપ્તપ્રાય પ્રજાતિઓને પીડા આપે છે. કોબ્રા વન્યજીવન સંરક્ષણ કાયદાની અનુસૂચિ-૧ હેઠળ સુરક્ષિત છે. આવી પ્રથાઓ કાયદાની ભાવના અને અક્ષરની વિરુદ્ધ છે.

વધુમાં, બોમ્બે હાઈ કોર્ટના આદેશને કારણે તાજેતરના વર્ષોમાં આ પ્રથા ઘટી રહી છે નેટકનેક્ટ ફાઉન્ડેશનના ડિરેક્ટર બીએન કુમારે પણ આ પગલાનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે ભક્તોને દૂધ પી રહ્યા છે તે બતાવવા માટે સાપને દિવસો સુધી ભૂખ્યા રાખવામાં આવે છે.

સોસાયટી ફોર પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ સાથે કામ કરનાર પર્યાવરણીય કાર્યકર્તા જ્યોતિ નાડકર્ણીએ જણાવ્યું હતું કે બળજબરીથી દૂધ પીવડાવવા જેવી પ્રથાઓનો ભોગ બનેલા સાપ ન્યુમોનિયાથી પીડાય છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button