MVAમાં બેઠક વહેંચણીનો મુદ્દો ઉકેલાયો, શિવસેના 21, કોંગ્રેસ 17, NCP 10 બેઠકો પર ચૂંટણી લડશે
મુંબઇઃ વિપક્ષે લોકસભા ચૂંટણી માટે મહારાષ્ટ્રમાં સીટ વહેંચણીની ડીલને અંતિમ સ્વરૂપ આપ્યું છે.
આગામી લોકસભા ચૂંટણી માટે મહારાષ્ટ્રમાં વિપક્ષી ઇન્ડિયા બ્લોકની સીટ વહેંચણીની ડીલ ફાઈનલ થઈ ગઈ છે,. મહારાષ્ટ્રમાં લોકસભાની 48 બેઠકો છે, જે અંતર્ગત પૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની શિવસેના જૂથ 21 સીટો પર લડશે. બેઠકોની વહેંચણીના કરાર અનુસાર, કોંગ્રેસ 17 બેઠકો પર ચૂંટણી લડશે, જ્યારે શરદ પવારની આગેવાનીવાળી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી 10 બેઠકો પર ચૂંટણી લડશે. તેમનો મુકાબલો ભાજપ, એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના અને અજિત પવારની આગેવાની હેઠળની એનસીપી સાથે થશે.
શિવસેના (UBT) એ સાંગલીની વિવાદાસ્પદ બેઠક જાળવી રાખી છે, બદલામાં, કોંગ્રેસને મુંબઈ ઉત્તર બેઠક મળી છે, જે પરંપરાગત રીતે શિવસેના દ્વારા જાળવી રાખવામાં આવી છે, જ્યારે ભિવંડી બેઠક કોંગ્રેસે કબજે કરી છે.
સીટ વહેંચણીના સોદા પર ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, “દરેક પક્ષ વધારે સીટો પર લડવા ઈચ્છે છે. તેમાં કંઈ ખોટું નથી, પણ જીતને પ્રાથમિકતા આપવી જોઈએ. એ પણ ધ્યાનમાં રાખો કે આપણી લડાઈ મહત્વપૂર્ણ છે.”
ALSO READ : સલમાન ખાન અને ભાજપના નેતા વચ્ચે ચૂંટણી પહેલા થઇ આ વાત…
કોંગ્રેસઃ આ 17 બેઠક પર ચૂંટણી લડશે
નંદુરબાર, ધોવાઇ, અકોલા,અમરાવતી, નાગપુર, ભંડારા ગોંદિયા, ગઢચિરોલી ચિમુર, ચંદ્રપુર
નાંદેડ, જાલના, મુંબઈ ઉત્તર મધ્ય, પુણે, લાતુર, સોલાપુર, કોલ્હાપુર, રામટેક, મુંબઈ ઉત્તર
એનસીપી શરદચંદ્ર પવારઃ આ 10 બેઠક પર ચૂંટણી લડશે
બારામતી, શિરુર, સાતારા, ભિવંડી, ડીંડોરી, માધા, રાવર, વર્ધા, અહમદનગર દક્ષિણ, મણકો
શિવસેના ઠાકરેજૂથઃ આ 21 બેઠક પર ચૂંટણી લડશે
જલગાંવ, પરભણી, નાસિક, પાલઘર, કલ્યાણ, થાણે, રાયગઢ, માવલ, ધારાશિવ,રત્નાગીરી,
બુલધાણા,હાટકનાંગલે,સંભાજી નગર,શિરડી,સાંગલી, હિંગોલી,યવતમાલ,વાશીમ, મુંબઈ દક્ષિણ મધ્ય, મુંબઈ ઉત્તર પશ્ચિમ, મુંબઈ દક્ષિણ, મુંબઈ ઈશાન્ય
મુંબઈમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ત્રણેય પક્ષોના અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસના નેતા નાના પટોલેએ કહ્યું હતું , ‘કોંગ્રેસ રાષ્ટ્રીય પાર્ટી છે. અમે સીટ શેરિંગની સમસ્યાનો અંત લાવી દીધો છે. તેઓ અમારા ગઠબંધનને મુસ્લિમ લીગ કહી રહ્યા છે, તેઓ ડરી ગયા છે કે મત ટ્રાન્સફર થઇ જશે. અમારી સાથે અસલી એનસીપી અને અસલી શિવસેના છે.