આમચી મુંબઈ

એમવીએના નેતાઓ રાજ્યપાલને મળ્યા: વિધાનસભાના સ્પીકર અને વિધાન પરિષદના સભાપતિના ભેદભાવપુર્ણ વર્તનની ફરિયાદ કરી…

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ
: વિપક્ષી મહાવિકાસ આઘાડી (એમવીએ) ગઠબંધનના નેતાઓએ રાજ્યપાલ સી. પી. રાધાકૃષ્ણનની ગુરુવારે મુલાકાત લીધી હતી અને એક આવેદનપત્ર આપીને એવી ફરિયાદ કરી હતી કે રાજ્ય વિધાનમંડળના બંને સભાગૃહોમાં પીઠાસીન અધિકારીઓ દ્વારા તેમની સાથે ભેદભાવ કરવામાં આવે છે.

આ પણ વાંચો : મોટર વેહિકલ ટેક્સમાં વધારો કરવાનો પ્રસ્તાવ વિધાનસભામાં મંડાયો…

વિધાન પરિષદના સભાપતિ રામ શિંદે અને વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકર નિયમો મુજબ કાર્યવાહી કરતા નથી એવો આક્ષેપ એમવીએ દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં કરવામાં આવ્યો હતો. આ આવેદનપત્ર પર કૉંગ્રેસ, એનસીપી (એસપી) અને શિવસેના (યુબીટી)ના નેતાઓની સહીઓ હતી.

વિપક્ષી સભ્યોને ગૃહમાં બોલવા દેવામાં આવતા નથી અથવા તેમને ઘણો ઓછો સમય બોલવા માટે આપવામાં આવે છેે. બજેટમાં કરાયેલી માગણીઓ પરની ચર્ચામાં અને પુરક માગણીઓ પરની ચર્ચામાં કેબિનેટ પ્રધાનો અને રાજ્યના સંબંધિત વિભાગના પ્રધાનો ગૃહમાં હાજર રહેતા નથી, એવો દાવો પણ આવેદનપત્રમાં કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : બદલાપુર એન્કાઉન્ટર કેસના મેજિસ્ટ્રેટ રિપોર્ટને રાજ્ય સરકાર પડકારશે

એનસીપી (એસપી)ના નેતા જયંત પાટીલ, શિવસેના (યુબીટી)ના નેતા આદિત્ય ઠાકરે, વિધાન પરિષદમાં વિપક્ષી નેતા અંબાદાસ દાનવે અને કૉંગ્રેસના વિધાનસભા પક્ષના નેતા વિજય વડેટ્ટીવાર આ પ્રતિનિધિમંડળમાં હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button