2051 સુધીમાં મુસ્લિમ વસ્તી 30 ટકા થવાની શક્યતાઃ TISSનો ચોંકાવનારો રિપોર્ટ

મુંબઈ: મુંબઈમાં બાંગ્લાદેશી અને રોહિંગ્યા ઘૂસણખોરોની સંખ્યામાં વધતી રહી છે, જે 2051 સુધીમાં શહેરના ડેમોગ્રાફીમાં જોરદાર ફેરફાર થઈ શકે છે, જ્યારે એની રફતાર એટલી ઝડપી છે કે 2051 સુધીમાં મુંબઈમાં મુસ્લિમોની વસ્તી 30 ટકાએ પહોંચી જશે.
માયાનગરી મુંબઈમાં સતત વસ્તી વધી રહી છે. જોકે, હિંદુઓની સરખામણીમાં મુસ્લિમોની વસ્તી ઝડપથી વધી રહી છે. તાજેતરમાં દેશની જાણીતી સંસ્થા ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સીસ (TISS) દ્વારા એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં મુંબઈની વસ્તીને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે.
મુંબઈમાં મુસ્લિમ વસ્તી કેટલી છે?
મુંબઈમાં બાંગ્લાદેશી અને રોહિંગ્યાઓની ઘૂસણખોરી સતત વધી રહી છે, જેથી મુંબઈનો નકશો અને સામાજિક માળખું ઝડપથી બદલાઈ રહ્યું છે. ખાસ કરીને મુંબઈમાં મુસ્લિમ વસ્તીના દર વધી શકે છે. TISSના સર્વેના રિપોર્ટ અનુસાર વર્ષ 1961 મુંબઈમાં મુસ્લિમ વસ્તી માત્ર 8 ટકા હતી, જે 2011માં વધીને 21 ટકાએ પહોંચી હતી. જોકે, આ જ ગતિએ વસ્તીમાં વધારો થતો રહ્યો તો 2051 સુધીમાં મુસ્લિમ વસ્તી 30 ટકાએ પહોંચવાની સંભાવના છે, જ્યારે હિન્દુ વસ્તી ઘટીને 54 ટકાથી નીચે રહી શકે છે.
રાજકીય સ્વાર્થ માટે ઇમિગ્રન્ટ્સનો ઉપયોગ
TISSના સર્વે અનુસાર મુંબઈમાં ગેરકાયદે ઇમિગ્રન્ટ્સની સંખ્યામાં થઈ રહેલો વધારો શહેરની અર્થવ્યવસ્થા પર પણ અસર કરી રહ્યો છે. મુંબઈમાં રહેતા બાંગ્લાદેશી અને રોહિંગ્યા ઘૂસણખોરો પોતાની આવકનો મોટો હિસ્સો ગેરકાયદે બાંગ્લાદેશ મોકલી રહ્યા છે. જોકે, નવેમ્બર 2024ના વચગાળાના રિપોર્ટમાં જણાવ્યાનુસાર કેટલાક રાજકીય પક્ષો પોતાના સ્વાર્થ માટે આ ઘૂસણખોરોનો વોટ-બેંક તરીકે ઉપયોગ કરી રહ્યા છે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ 2051 સુધીમાં હિંદુ વસ્તી 54 ટકાથી ઓછી થશે, જ્યારે મુસ્લિમોની વસ્તીમાં લગભગ 30 ટકાનો વધારો થશે.
ઉલ્લેખનીય છે કે, TISSના રિપોર્ટ પરથી એ સ્પષ્ટ થાય છે કે બાંગ્લાદેશ અને મ્યાનમારથી આવતા ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ મુંબઈની સામાજિક-આર્થિક પરિસ્થિતિ પર દબાણ વધારી રહ્યા છે. આ સ્થિતિ લાંબા ગાળે શહેરની સાંસ્કૃતિક ઓળખ અને સંસાધનોની વહેંચણીમાં મોટા પડકારો ઊભા કરી શકે છે.



