મુસ્લિમ મૌલાના ફતવા બહાર પાડે તો હું પણ…: રાજ ઠાકરે શું બોલી ગયા જાણો?
મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીનો પ્રચાર ચરમસીમાએ છે. તમામ રાજકારણીઓ પ્રચારમાં વ્યસ્ત છે. આ શ્રેણીમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરેએ ચૂંટણી સભા દરમિયાન ઘણા મુદ્દાઓ પર ખુલીને વાત કરી હતી. મેં પહેલા જ કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી માત્ર ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડનો વિકાસ કરે. મહારાષ્ટ્ર આટલા લોકોનો ભાર સહન કરી શકે નહીં. મને ખુશી છે કે હવે ત્યાં થોડું કામ થઈ રહ્યું છે, એમ તેમણે જણાવ્યું હતું.
આ પણ વાંચો : એક કપ ચા માટે CM Shinde, Dy. CM. Fadanvis અને Raj Thackerayએ ચૂકવ્યા આટલા રૂપિયા…
તેમણે કહ્યું કે જો મુસ્લિમ મૌલાના ફતવા બહાર પાડી રહ્યા છે તો હું પણ ફતવા જારી કરું છું, અમને મત આપો. જ્યાં જ્યાં પણ મારા ઉમેદવારો ઊભા છે, તેમને મત આપો. એમએનએસએ સત્તાની બહાર રહીને અનેક આંદોલનો કર્યા છે.
બાળાસાહેબ ઠાકરે પછી માત્ર અમે આંદોલન કર્યા. હું સપના વેચતો નથી, હું જે શક્ય છે એ જ કરું છું. કોલાબાથી લઈ માહિમ વચ્ચેના તમામ મેદાન છે, અંગ્રેજોના મેદાનો છે. રાજ ઠાકરેએ કહ્યું કે મુસ્લિમ ધર્મગુરુઓ ફતવા જારી કરી રહ્યા છે કે ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી બને, બધા જાણે છે કે કેવી રીતે બને, પણ વિચારધારા બચી નથી.
એમએનએસ નેતાએ કહ્યું હતું કે જ્યારે ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બન્યા ત્યારે શિવસેના (યુબીટી)ના પોસ્ટર પર બાળાસાહેબ ઠાકરેના માટે હિન્દુ હૃદય સમ્રાટ શબ્દ હટાવી દેવામાં આવ્યો હતો. આવું એટલા માટે કરવામાં આવ્યું હતું, કારણ કે કોંગ્રેસ અને એનસીપીને ખરાબ લાગત.
મુસ્લિમ વસાહતોમાં બાળાસાહેબ ઠાકરેના નામની આગળ જનાબ લગાવવામાં આવતું હતું. જો મને સત્તા આપવામાં આવશે તો હું આગામી ૪૮ કલાકમાં તમામ મસ્જિદો પરથી લાઉડસ્પીકર હટાવી દઈશ અને જો મને રોકવામાં આવશે તો હું મુંબઈ પોલીસને રઝા એકેડેમીનો બદલો લેવા કહીશ.
દરમિયાન રાજ ઠાકરેએ કહ્યું હતું કે મહારાષ્ટ્ર રેલવેમાં જગ્યા ખાલી પડી હતી, પરંતુ ઉત્તર પ્રદેશ અને બિહારથી લોકો પરીક્ષા આપવા આવ્યા હતા. અમારા આંદોલન પછી અહીંના લોકોને ખબર પડી કે આ નોકરીઓ તેમના માટે હતી.
આ પણ વાંચો : ભાજપ માત્ર અમિત ઠાકરે માટે પ્રચાર કરશે: પ્રસાદ લાડ
આંદોલન પછી જ્યારે મમતા બેનરજી રેલવે પ્રધાન બન્યા ત્યારે તેમણે મરાઠીમાં પરીક્ષા લખવાની તક આપી, જેના પછી હજારો મરાઠી લોકોને નોકરી મળી. આ કામ સરકારનું હતું, પરંતુ અમે સત્તાની બહાર રહીને આ કામ કર્યું હતું. રાજ ઠાકરેએ કહ્યું હતું કે મને એકવાર સત્તા આપો અને જુઓ. તમે મને એકવાર નાશિકમાં તક આપી હતી. નાશિકમાં અમારા સમયમાં જે કામ અને વિકાસ થયો એ કયારેય નથી થયો. એટલે મને એક તક આપો.