Mumbai માં વક્ફ બોર્ડ બિલની બેઠકમાં હંગામો, ઉદ્ધવ જૂથથી નારાજ મુસ્લિમ નેતાઓએ પૂછ્યા અનેક સવાલ
Mumbai: કેન્દ્ર સરકારે વકફ એક્ટમાં(Waqf Amendment Bill 2024)સંશોધન સંબંધિત બિલને જેપીસીને મોકલી દીધું છે. જ્યારે સંસદમાં બિલ રજૂ કરવામાં આવ્યું ત્યારે વિપક્ષ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ તેનો જોરદાર વિરોધ કર્યો હતો. આ બિલને ગેરબંધારણીય કહેવામાં આવ્યું હતું. પરંતુ ગૃહમાં ચર્ચા દરમિયાન શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથના સાંસદો ગાયબ રહ્યા હતા. હવે આ મામલે મહારાષ્ટ્રના મુંબઈમાં શનિવારેના રોજ વકફ બોર્ડ સંશોધન બિલને લઈને મુસ્લિમ સંગઠનની બેઠકમાં હોબાળો થયો હતો.
AIMIMના નેતા વારિસ પઠાણે ઉદ્ધવ જૂથના સાંસદો પર સવાલો ઉઠાવ્યા
આ બેઠકમાં કેટલાક લોકોએ કહ્યું કે ઉદ્ધવ ઠાકરેએ જવાબ આપવો જોઈએ કે જ્યારે આ બિલ રજૂ કરવામાં આવ્યું ત્યારે તેમના સાંસદો ગૃહમાં કેમ ન હતા? ઉદ્ધવ જૂથના કેટલાક મુસ્લિમ સમર્થકો આને લઈને ગુસ્સે થયા અને કહ્યું કે તેને રાજકીય મુદ્દો ન બનાવવો જોઈએ. આ દરમિયાન AIMIMના નેતા વારિસ પઠાણે પણ ઉદ્ધવ જૂથના સાંસદો પર સવાલો ઉઠાવ્યા હતા જેના કારણે મામલો વધુ વકર્યો હતો.
ઉલેમાનું પ્રતિનિધિમંડળ જગદંબિકા પાલને મળશે
મુંબઈમાં આજે હઝરત સૈયદ મોઈનુદ્દીન અશરફના નેતૃત્વમાં ઉલેમાનું એક પ્રતિનિધિમંડળ સંયુક્ત સંસદીય સમિતિ (વક્ફ એમેન્ડમેન્ટ બિલ 2024)ના અધ્યક્ષ જગદંબિકા પાલને બપોરે 1 વાગ્યે મળશે. વકફ એમેન્ડમેન્ટ બિલ 2024 પર સૂચનો, વાંધાઓ અને ભલામણો રજૂ કરવા માટે આ બેઠક ઈસ્લામ જીમખાનામાં યોજાશે. આ સમય ઓલ ઈન્ડિયા સુન્ની જમીયતુલ ઉલમા દ્વારા લેવામાં આવ્યો છે.
ઉદ્ધવ ઠાકરે સાથે એક મહત્વપૂર્ણ બેઠક હતી
જો સૂત્રોનું માનીએ તો, શિવસેના (UBT)નું કહેવું છે કે જે દિવસે બિલ રજૂ કરવામાં આવ્યું હતું તે દિવસે સંસદસભ્યોની દિલ્હીમાં ઉદ્ધવ ઠાકરે સાથે એક મહત્વપૂર્ણ બેઠક હતી તેથી તે હાજરી આપી શક્યા ન હતા. જ્યારે શિવસેના રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે આ મુદ્દે કહ્યું હતું કે તેમની પાર્ટી વિપક્ષ ઈન્ડિયા ગઠબંધનનો એક ભાગ છે અને લોકસભામાં બિલ રજૂ કરવામાં આવ્યું ત્યારે તેના સાંસદોએ હાજર રહેવું જરૂરી નથી.
Also Read –