મુસ્લિમ માતાની કોખમાં મહાલક્ષ્મીનો જન્મ! જાણો આ અનોખો કિસ્સો

મહારાષ્ટ્રમાં કોલ્હાપુર-મુંબઈ-મહાલક્ષ્મી એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલી એક મહિલાને અચાનક પ્રસૂતિનો દુખાવો શરૂ થયો, ત્યારબાદ તેણે ટ્રેનમાં જ બાળકને જન્મ આપ્યો.
મહિલા ટ્રેનમાં મુંબઇ આવી રહી હતી. ટ્રેનમાં બાળકના જન્મથી ઉત્સાહિત તેના પતિએ ટ્રેનના નામ પર છોકરીનું નામ મહાલક્ષ્મી રાખવાનો નિર્ણય કર્યો છે.
બનાવની વિગત મુજબ મીરા રોડની 31 વર્ષીય મહિલા ફાતિમા ખાતૂને 6 જૂને કોલ્હાપુર-મુંબઈ-મહાલક્ષ્મી એક્સપ્રેસમાં મુસાફરી કરી રહી હતી. ટ્રેને લોનાવલા વટાવ્યું અને આગળ વધી ત્યારે મહિલાને પ્રસવ પીડા ઉપડી હતી અને તેણે ટ્રેનમાં જ બાળકને જન્મ આપ્યો હતો.
દંપતીને પહેલાથી જ ત્રણ બાળકો છે. ફાતિમાની પ્રસુતિની નિયત તારીખ 20 જૂન હોવાથી, પરિવારે કોલ્હાપુરથી મુંબઈ ટ્રેનમાં મુસાફરી કરવાનું નક્કી કર્યું હતું.
એન્જિન ફેલ થવાને કારણે ટ્રેન લોનાવાલા ખાતે બે કલાકથી વધુ સમય માટે રોકાઈ હતી. જ્યારે રાત્રે 11 વાગ્યાની આસપાસ ટ્રેન ફરી શરૂ થઇ ત્યારે રશિદાને પેટમાં દુખાવો થવા લાગ્યો, તેથી તે શૌચાલયમાં ગઈ. પરંતુ લાંબા સમય બાદ તે પરત ન આવતા તેનો પતિ તૈયબ મળવા ગયો.
ત્યાં જઈને જોયું તો રશિદાએ પુત્રીને જન્મ આપ્યો હતો. આ સમયે ત્યાં હાજર અનેક મહિલા મુસાફરો મદદ માટે આગળ આવી હતી.
તૈયબે જણાવ્યું હતું કે, આ ટ્રેનમાં મારી દીકરીનો જન્મ દેવીના દર્શન કરવા જેવો છે. તેથી મેં તેનું નામ મહાલક્ષ્મી રાખવાનું નક્કી કર્યું છે.”
કર્જત રેલ્વે પોલીસ (જીઆરપી) એ મહિલા અને તેના નવજાત બાળકને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડી હતી. તૈયબે પોલીસની તત્પરતાની પણ પ્રશંસા કરી છે.
મહિલા અને બાળકને વધુ સારવાર માટે કર્જત ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્રણ દિવસની સારવાર બાદ માતા અને બાળકને ઘરેથી રજા આપવામાં આવી હતી.
માર્ચ મહિનામાં પણ કામાયની એક્સપ્રેસમાં આવી જ એક ઘટના બની હતી. મધ્યપ્રદેશના વિદિશામાં કામાયની એક્સપ્રેસમાં પ્રવાસ કરી રહેલી એક 24 વર્ષની મહિલાએ ચાલતી ટ્રેનમાં બાળકને જન્મ આપ્યો હતો.
બાળકીના ટ્રેનમાં જન્મથી ઉત્સાહિત થઇને પરિવારના સભ્યોએ નવજાત શિશુનું નામ કામાયની રાખ્યું હતું.
Also Read –