આમચી મુંબઈમહારાષ્ટ્ર
રેલવે સ્ટેશન નજીક શખસનો હત્યા કરાયેલો મૃતદેહ મળ્યો

પાલઘર: પાલઘર જિલ્લામાં રેલવે સ્ટેશન નજીક 40 વર્ષના શખસનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું. નાયગાંવ રેલવે સ્ટેશન ખાતે ટોઇલેટની નજીક રવિવારે અમુક લોકોની નજર મૃતદેહ પર પડતાં તેમણે પોલીસને જાણ કરી હતી.
નાયગાંવ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર મંગેશ અંધારેએ જણાવ્યું હતું કે પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતદેહને બાદમાં પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલ્યો હતો. મૃતકની ઓળખ ભાગોજી ઉત્તેકર તરીકે થઇ હતી. પોલીસે આ પ્રકરણે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીની શોધ આદરી હતી. (પીટીઆઇ)