જમીનના વિવાદને લઇ શસ્ત્રના ઘા ઝીંકી બિલ્ડરની હત્યા: બેની ધરપકડ…
થાણે: અંબરનાથમાં જમીનના વિવાદને લઇ બિલ્ડરની શસ્ત્રના ઘા ઝીંકી હત્યા કરવા બદલ પોલીસે બે જણની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો : વિદેશથી સામાનમાં છુપાવી લવાયેલા ચાર હોર્નબિલપક્ષીનો છુટકારો: બે પ્રવાસીની ધરપકડ…
આરોપીઓની ઓળખ સૂરજ વિલાસ પાટીલ અને હર્ષ સુનીલ પાટીલ તરીકે થઇ હતી, જેમણે સંજય શ્રીરામ પાટીલ (52)ની મંગળવારે રાતે હત્યા કરી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર દુર્ગા દેવી પાડા ખાતે રહેતા સંજય પાટીલે 19 વર્ષ અગાઉ અંબરનાથ પૂર્વમાં શાંતારામ પાટીલ પાસેથી પાંચ એકર જમીન ખરીદી હતી. બાદમાં શાંતારામ પાટીલે ઉપરોક્ત જમીન અન્ય લોકોને વેચી હોવાથી એ જમીનની માલિકી પરથી વિલાસ પાટીલ, સૂરજ પાટીલ અને હર્ષ પાટીલ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો.
આ પણ વાંચો : ગૌમાંસની શંકા પરથી વૃદ્ધની મારપીટ: આરોપીને આગોતરા જામીન કોર્ટે નકાર્યા…
આ વિવાદને લઇ બુધવારે રાતના અંબરનાથ પૂર્વના શિવ મંદિર રોડ પર સૂરજ પાટીલ અને હર્ષ પાટીલે સંજય શ્રીરામ પાટીલના પેટ, છાતી અને પીઠ પર શસ્ત્રના ઘા ઝીંકી દેતાં તેનું મૃત્યુ થયું હતું. હત્યા બાદ આરોપીઓ ફરાર થઇ ગયા હતા.
સંજય પાટીલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યા બાદ શાંતિનગર પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો અને બંને આરોપીને પકડી પાડ્યા હતા.