આમચી મુંબઈમનોરંજન

રાજકુમાર હિરાનીએ ‘Munna Bhai 3’ અંગે આપી મોટી હિંટ, જાણો શું કહ્યું

મુંબઈ: રાજકુમાર હિરાણીની હિટ ફિલ્મોની યાદીમાં વધુ એક ફિલ્મનો સમાવેશ થઇ ગયો છે, તાજેતરમાં શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મ ‘ડંકી’ બોક્સ ઓફીસ પર સફળ નીવડી છે. હિરાણીની ‘મુન્ના ભાઈ’, ‘3 ઈડિયટ્સ’, ‘પીકે’ અને ‘સંજુ’ જેવી ફિલ્મોએ દર્શકોને સતત ક્વોલીટી એન્ટરટેનમેન્ટ પૂરું પડ્યું છે. ત્યારે હવે હિરાણીએ મુન્ના ભાઈ સિરીઝની ત્રીજી ફિલ્મ અંગે સંકેતો આપ્યા છે.

હિરાણીએ 20 વર્ષ પહેલા વર્ષ 2003માં ભારતીય સિનેમાને ‘મુન્નાભાઈ MBBS’ જેવી આઇકોનિક ફિલ્મ આપી હતી. ફિલ્મની લેગસીને આગળ વધારતા હિરાનીએ તેની સિક્વલ ‘લગે રહો મુન્નાભાઈ’ પણ બનાવી, બંને ફિલ્મોએ દર્શકોના મન પર ઊંડી છાપ છોડી છે. દર્શકો આ સિરીઝની ત્રીજી ફિલ્મ માટે ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે.
ફિલ્મ બાદ મુન્નાભાઈ અને સર્કિટના પાત્રો એટલા લોકપ્રિય બન્યા કે બંને પત્રો લોકોની સામાન્ય વાતચીતનો એક ભાગ બની ગયા છે. તેથી જ દર્શકો આ જોડીની વાપસીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે હિરાનીએ ત્રીજી મુન્નાભાઈ ફિલ્મ અંગે એક મોટી હિંટ આપી છે.


ડંકીની સફળતા બાદ એક ઈન્ટરવ્યુ આપી રહેલા રાજકુમાર હિરાનીએ ‘મુન્નાભાઈ 3’ વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે મુન્નાભાઈ સાથે મારો સંઘર્ષ હંમેશા રહ્યો છે કે છેલ્લી બે ફિલ્મો એટલી સારી બની છે કે મારી પાસે હજુ પણ 5 અડધી લખેલી સ્ક્રિપ્ટ પડી છે.


રાજકુમાર હિરાનીએ જણાવ્યું કે સંજય દત્ત સાથે ‘મુન્નાભાઈ 3’ અંગે વાત થાય છે. હું ઘણીવાર સંજુ સાથે વાત કરું છું. તે કહે છે કે એક ફિલ્મ તો બનાવવી જોઈએ. આ ‘ડીંકી’ હવે પૂરી થઈ ગઈ છે, તો હવે હું જૂની વાર્તાઓનું ખાનું ખોલીશ. મારું પણ મન છે કે ફિલ્મ બનાવવી પરંતુ ક્યારે, મને હજુ સુધી ખબર નથી..

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button