આમચી મુંબઈ

નોટિસને નહીં ગણકારી ક્ન્સ્ટ્રકશન સાઈટના દંડમાં મોટો વધારો કરવાની પાલિકાની ચીમકી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં વધતા પ્રદૂષણ માટે જવાબદાર કન્સ્ટ્રકશન સાઈટ સામે આકરા પગલાં લેવાની ચીમકી પાલિકા પ્રશાસને આપી છે. વાતાવરણમાં ધૂળથી પ્રદૂષણ વધારીને નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ નોટિસ ફટકાર્યા બાદ પણ સુધરવાનું નામ નહીં લેનારી કન્સ્ટ્રકશન સાઈટના દંડમાં મોટો વધારો કરવાની ચીમકી પણ પાલિકા આપી છે.

નવા નિયુક્ત થયેલા પાલિકાના એડિશનલ કમિશનર અવિનાશ ઢાંકણેે સોમવારે બાંધકામ સાથે જોડાયેલા પ્રદૂષણ માટે સંબંધિતોને આકરી કાર્યવાહીનો સામનો કરવાનો સંકેત આપતા કહ્યું હતું કે પહેલી વખત નોટિસ ફટકાર્યા પછી પણ પ્રદૂષણ વધારવાનું ચાલુ જ રાખ્યું તો દંડમાં મોટો વધારો કરવા બાબતે પાલિકા વિચાર કરી શકે છે.

હાલમાં બાંધકામ સ્થળ પર પ્રદૂષણને લગતા નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ માત્ર ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે ત્યારે આ રકમને અવિનાશ ઢાંકણેએ ઓછી ગણાવી હતી. મહારાષ્ટ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં સેક્રેટરી તરીકે સેવા આપી ચૂકેલા અવિનાશ ઢાંકણેએ જણાવ્યું હતું કેે મુંબઈની હવાની ગુણવત્તા સંતોષકારક શ્રેણીમાં રહે તેવા દિવસોની સંખ્યા વધારવાની આવશ્યકતા છે. ગીચ વસતીવાળા મુંબઈ શહેરમાં એર ક્વોલિટી ઈન્ડેકસ ૫૦ની નીચે લાવવો અત્યંત પડકારજનક કામ છે. છતાં સંતોષકારક દિવસોની અંકદરે સંખ્યામાં વધારો કરવો શક્ય છે.

શહેરમાં પ્રદૂષણનું પ્રમાણ સતત વધી રહ્યું છે એ બાબતે તેમણે જણાવ્યું હતું કે જો શહેરનો એક્યુઆઈ ૩૦૦ને વટાવી જાય છે તો સરકારી પ્રોજેક્ટ સહિત તમામ બાંધકામ પ્રવૃત્તિને તાત્કાલિક બંધ કરવામાં આવસે. સરકારી પ્રોજેક્ટને પણ તેમાંથી બાકત રાખવામાં આવશે નહીં. તમામ લોકોને નિયમ એકસરખા લાગુ પડશે. હાલ મુંબઈમાં ૨૮ એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન છે, જો આવશ્યકતા જણાઈ તો પાલિકા તેમાં ઉમેરો કરાશે.

મુંબઈમાં ઠેક ઠેકાણે ચાલી રહેલા ક્ધસ્ટ્રકશન સાઈટ પર એર ક્વોલિટી સેન્સર બેસાડવાની સૂચના આપી હતી, તેમાંથી લોકલ સ્તરે એક્યુઆઈ ડેટા મેળવવાનું શરૂ કરી શકાય છે. અત્યાર સુધી લગભગ ૫૦૦ ક્ધસ્ટ્રકશન સાઈટ પર પાલિકાના સેન્ટ્રલ ડેશબોર્ડ સાથે જોડાયેલા એર ક્વોલિટી સેન્સર બેસાડવામાં આવ્યા છે. આ નેટવર્ક હાઈપર લોકલ પોલ્યુશન હોટ સ્પોર્ટને ઓળખી કાઢવામાં મદદ કરશે.

ઘૂળથી થતા પ્રદૂષણને રોકવા માટે આગામી દિવસોમાં પરિવહન અને ટ્રાફિક વિભાગ સાથે પણ બેઠક યોજવાની પાલિકાની યોજના છે, જેમાં ખાસ કરીને ખુલ્લામાં કાટમાળ તથા ક્ધસ્ટ્રકશન રો મટિરિયલનું ટ્રાન્સપોર્ટેશન કરતા અથવા રસ્તા પર પસાર થતા સમયે રસ્તા પર કાટમાળ પાડીને ગંદકી ફેલાવનારા વાહનો સામે પણ પગલા લેવાનો વિચાર ચાલી રહ્યો છે અને વોર્ડ સ્તરે રસ્તા પર પડેલી આ ગંદકીને કેવી રીતે સાફ કરવી તે બાબતે યોગ્ય આયોજન કરવાનું કહેવામાં આવ્યું હોવાનું અવિનાશ ઢાંકણેએ જણાવ્યું હતું.

૧૯૧ સ્ટોપ વર્ક નોટિસ

પાલિકાની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરીને વાતાવરણમાં પ્રદૂષણ વધારનારા સામે પાલિકા કાર્યવાહી વધુ તીવ્ર બની છે. ફ્કત ડિસેમ્બરમાં જ પાલિકાએ ક્ન્સ્ટ્રકશન સાઈટ પર નિયમોનું ઉલ્લંઘન કરનારી ૧૯૧ સાઈટનને શો-કોઝ નોટિસ ફટકારી છે અને ૭૮ સ્ટોપ વર્ક નોટિસ ફટકારી છે.

મુંબઈમાં વાંસની નર્સરી ઊભી કરાશે

સોમવારે પાલિકાના ગાર્ડન ડિપાર્ટમેન્ટની એક બેઠક યોજાઈ હતી, જેમાં સમગ્ર શહેરમાં વાંસની નર્સરી સ્થાપવાનો પ્રસ્તાવ ચર્ચામાં આવ્યો હતો. વાંસને ઘાસ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. તેથી જયાં ગ્રીન બફરની આવશ્યકતા જણાય ત્યાં ઝડપી રીતે તેનું વ વાવેતર કરી શકાય છે અને તેને મંજૂરી વિના કાપી પણ શકાય છે.

મુંબઈમાં માત્ર પંચાવન દિવસ હવા સારી રહી

અવિનાશ ઢાંકણેએ જણાવ્યું હતું કે મુંબઈ હવાની ગુણવત્તા એકદમ સારી હતી એ દિવસો પંચાવન રહ્યા છે. તો એક્યુઆઈ સંતોષજનક શ્રેણીમાં રહ્યો હોય એવા દિવસો ૧૬૧ રહ્યા છે અને હવાની ગુણવત્તા મધ્યમ શ્રેણીમાં રહી હોય તેવા ૧૧૨ દિવસ નોંધાયા હતા. આખા વર્ષમાં ફક્ત એક જ દિવસ નોંધાયો હતો જ્યારે હવાની ગુણવત્તાનો સ્તર શૂન્ય રહ્યો હોય શૂન્યથી ૫૦ની વચ્ચે એક્યુઆઈ હોય તો એ દિવસ સારો ગણવામાં આવે છે.

સરેરાશ એક્યુઆઈ ૧૬૭

મુંબઈમાં ફરી એક વખત પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું હોવાનું જણાઈ રહ્યું છે. મુંબઈમાં સોમવારે સાંજના સરેરાશ એર ક્વોલિટી ઈન્ડેક્સ ૧૬૭ નોંધાયો હતો. માનખુર્દ શિજી નગરમાં ૧૮૨, બાન્દ્રા પૂર્વમાં ૧૬૯, બીકેસીમાં ૧૬૬, બોરીવલી પૂર્વમાં ૧૬૬, બોરીવલી પશ્ર્ચિમમાં ૧૬૯, અંધેરી ચકાલામાં ૧૬૬, ચારકોપમાં ૧૮૨, કોલાબામાં ૧૬૯, દેવનારમાં ૧૬૫, જુહુમાં ૧૭૦, ભાંડુપમાં ૧૬૭, કુર્લામાં ૧૬૫, કાંદિવલી પૂર્વમાં ૧૬૯, મલાડ-પશ્ર્ચિમમાં ૧૭૧, મુલુંડ પશ્ર્ચિમમાં ૧૬૭, સાયનમાં ૧૬૨, વડાલામાં ૧૭૨ અને વરલીમાં ૧૬૫ નોંધાયો હતો

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button