મુંબઈની આ ફેમસ સ્ટ્રીટ નજીક મોબાઈલ ટોઈલેટ શરૂ કરવા પાલિકાએ દેખાડી તૈયારી…
મુંબઈ: ચર્ચગેટ નજીક આવેલા ફેશન સ્ટ્રીટમાં શોપિંગ માટે હજારો પયટકો આવે છે. ફેશન સ્ટ્રીટ પર હંમેશા પયટકોની ભીડ જોવા મળે છે પણ અહીં મહિલાઓ માટે એક પણ શૌચાલયની સુવિધા ન હોવાનું જાણવા મળ્યું છે. પણ હવે મહિલાઓની તકલીફોને સમજીને બીએમસી દ્વારા આ વિસ્તારમાં ખાસ મહિલાઓ માટે વિશેષ મોબાઇલ શૌચાલયની વ્યવસ્થા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફેશન સ્ટ્રીટ નજીક આ ફરતા શૌચાલયની સેવાઓ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે એવી માહિતી બીએમસીએ આપી હતી.
શહેરમાં અનેક જગ્યાએ આવા મોબાઇલ શૌચાલય સુવિધાઓ શરૂ કરવામાં આવી છે જેમાંથી એક સીએસએમટી સ્ટેશન નજીક પણ છે. આ મોબાઇલ શૌચાલયને બનાવવા માટે એક મોટી બસનું મોડીફીકેશન કરી તેમાં પાણીની ટાકી અને અને શૌચાલયની સુવિધાઓ રાખવામા આવે છે. બીએમસીના એક અધિકારીએ જણાવ્યુ હતું કે આ વિશેષ મોબાઇલ શૌચાલયમાં વોશ બેસિન સાથે મહિલાઓ માટે કપડાં બદલવાની પણ સુવિધા ઉપલબ્ધ રહશે. આ હસ બસ પર ત્રણ સોલર પેનલ બેસાડવામાં આવ્યા છે જેથી બસની અંદર લાઇટની સમસ્યા દૂર કરી શકાય સાથે જ આ દરેક બસોમાં મહિલા સુરક્ષા સ્ટાફ પણ હાજર રહેશે.
આ બસોમાં આગળની બાજુએ શૌચાલય તો પાછળના ભાગમાં નાનકડા કેફે સ્ટૉલ પણ બેસાડવામાં આવ્યા છે.
ચર્ચગેટ અને સીએસએમટી સ્ટેશન નજીક મુંબઈનું પ્રખ્યાત ફેશન સ્ટીર્ટ આવેલું છે. શહેરમાં સૌથી પ્રખત શોપિંગ સ્ટ્રીટ હોવાને લીધે અહીં રોજે હજારો મહિલાઓ પણ આવે છે. આવા ભીડ વાળા વિસ્તારમાં એક પણ પબ્લિક ટોયલેટ ન હોવાથી મહિલાઓને અનેક તકલીફોની સામનો કરવો પડે છે. બીએમસી દ્વારા આ વિસ્તારમાં અનેક સ્થળે શૌચાલય બાંધવાની યોજના હતી પણ પૂરતી જગ્યા ન મળતા તે શક્ય બન્યું નહીં. થોડાક સમય પહેલા મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આ મામલે બીએમસીને આદેશ આપી મોબાઇલ ટોયલેટ શરૂ કરવા જણાવ્યુ હતું.