આમચી મુંબઈમહારાષ્ટ્ર

સાકીનાકામાં ધાર્મિક કટ્ટરપંથીનાં ગેરકાયદે બાંધકામ ઉપર પાલિકાનો હથોડો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
અંધેરીનાં સાકીનાકાના વિસ્તારમાં જરીમરીમાં એક સ્થાનિક હિંદુ પરિવારને પરેશાન કરનાર અસામાજિક તત્ત્વોના ગેરકાયદે મકાનને ધરાશયી કરવાની કાર્યવાહી મહાપાલિકાએ શરૂ કરી હતી. આ ગેરકાયદે બાંધકામનાં પાંચ માળના મકાનનો હવે ગ્રાઉન્ડ ફ્લોર જ બાકી રહ્યો હોવાનું જણાય છે.

આ અગાઉ સ્થાનિક હિન્દુ પરિવારો ઉપર હુમલો થયા બાદ આ સમગ્ર ઘટનાક્રમની શરૂઆત થઇ છે, જેમાં અન્વયે પાલિકાએ દબાણ દૂર કર્યા હતા. સાકીનાકામાં રહેતા હિન્દુ પરિવાર ઉપર ધાર્મિક તનાવ ઉશ્કેરતા કટ્ટરપંથી ગુંડા દ્વારા ગત ૧૪મી માર્ચે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ સ્થાનિક નેતા ઘટનાસ્થળે ગયા અને પીડિત પરિવારની પૂછપરછ કરી હતી.

સમગ્ર મામલાની જાણકારી મેળવ્યા બાદ હિંદુ પરિવારો પર જીવલેણ હુમલા કરી રહેલા આ ગુંડાના અનધિકૃત પાંચ માળના મકાનને તોડી પાડવાનો નિર્દેશ આપ્યો હતો. ત્યારબાદ મહાનગરપાલિકાએ કાર્યવાહી શરૂ કરી દીધી છે અને આ ગેંગસ્ટરના ઘરનો માત્ર ગ્રાઉન્ડ ફ્લોર બાકી છે.

જરીમરી ખાતેની ઘટનાની સમીક્ષા કર્યા પછી, પ્રશાસનને સમજાયું છે કે અહીં પણ હિંદુઓને હેરાન કરવાની અને અત્યાચાર કરવાની માલવણી જેવી રીતો ચાલી રહી છે જે આ બંધ થવી જરૂરી છે. આ માટે યોગ્ય પગલાં લેવામાં આવશે. અહીંના ભૂમિપુત્રો સામે અન્યાય થશે તો સહન કરવામાં આવશે નહીં.

આ વિસ્તારમાં સ્થાનિક હિન્દુ પરિવાર પર હુમલો કરનાર ગુંડાએ છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટની દીવાલ પર અતિક્રમણ કરીને પાંચ માળનું અનધિકૃત બાંધકામ કર્યું હતુ. બાજુના મંદિરમાં નિયમિત પૂજા કરતા હિન્દુ નાગરિકોને આ ગુંડા દ્વારા ધાર્મિક વિખવાદ ઉભો કરવાના ઈરાદે બળજબરીથી હેરાન કરવામાં આવ્યા હતા.

સ્થાનિક નાગરિકોએ ૪૦ જેટલી ફરિયાદો નોંધાવ્યા બાદ પણ પોલીસે આ ઘટના પ્રત્યે આંખ આડા કાન કર્યા હતા. ૧૪ માર્ચના રોજ, આ ગુંડાએ બદલાની ભાવનાથી તેની વિરુદ્ધ ફરિયાદ કરનારા હિન્દુ નાગરિકો પર જીવલેણ છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button