આમચી મુંબઈમહારાષ્ટ્ર
ગેરકાયદે વીજ જોડાણ લેનારા ફેરિયાઓ સામે પાલિકા અને વીજ કંપનીની કાર્યવાહી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈના જુદા જુદા વિસ્તારમાં ગેરકાયદે રીતે ફૂટપાથ તથા રસ્તા પર અંડિગો જમાવી બેસેલા ફેરિયાઓ સામે કાર્યવાહી હાથ ધરી છે. એ સાથે જ ગેરકાયદે રીતે વીજજોડાણ લેનારા ફેરિયાઓના વીજળીના જોડાણ કાપી નાખવાની કાર્યવાહી પણ વીજ કંપની સાથે સંયુક્ત રીતે હાથ ધરવામાં આવી છે
પાલિકાએ ગુરુવારે દાદર રેલવે સ્ટેશન પરિસર, ભાયખલા, ચેંબુર, મુુંલડ, બોરીવલી અને અંધેરી પરિસરના ફેરિયાઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન ગેરકાયદે રીતે ધંધો કરી રહેલા ફેરિયાઓનો મોટા પ્રમાણમાં માલ-સામાન પણ જપ્ત કરવામાં આવ્યો હતો.