ડોંગરીમાં આ કારણે આજે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો… સોશિયલ મીડિયા પર વાઈરલ થયો વીડિયો…
ગઈકાલે રિયાલિટી ટીવી શો બિગ બોસ-17નું ગ્રાન્ડ ફિનાલે હતું અને સ્ટેન્ડ અપ કોમેડિયન તેમ જ શાયર મુનવ્વર ફારુખીએ ટ્રોફી પોતાના નામે કરી લીધું હતું. જેવો મુનવ્વર ટ્રોફી લઈને મુંબઈના ડોંગરી ખાતે આવેલા પોતાના ઘરે પહોંચ્યો ત્યારે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સ્વાગત યાત્રાના વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં મુનવ્વર ફારુખી કંગના રનૌતનો રિયાલિટી ટીવી શો લોક અપમાં ભાગ લીધો હતો અને એમાં પણ તેણે વિજેતા બન્યો હતો. એ સમયે પણ ડોંગરી ખાતે તેનું આવું જ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ વખતે પણ મુનવ્વર ફારુખી બિગ બોસ-17ની ટ્રોફી જીતીને ત્રણ મહિના બાદ ડોંગરી ખાતે આવેલા તેના ઘરે પાછો ફર્યો હતો.
મુનવ્વરે ‘બિગ બોસ’ જીત્યા બાદ ડોંગરીમાં દિવાળીનો માહોલ છે. લોકોએ ટોળેટોળાં ઘરોમાંથી બહાર નીકળીને રસ્તા પર આવી ગયા હતા. અત્યારે દરેક રહેવાસીના હોઠ પર એક જ નામ રમી રહ્યું છે અને એ નામ છે મુનવ્વર. મુંબઈના આ વિસ્તારમાં ઘણા ફટાકડા ફોડવામાં આવ્યા હતા. ડોંગરીના લોકોએ પોતાના વિસ્તારના હીરોનું સ્વાગતમાં કરવામાં અને આ અદ્ભુત પ્રસંગની ઉજવણી કરવામાં કોઈ પણ કસર બાકી રાખી નહોતી.
શોમાં જ્યારે આયેશા ખાનની વાઈલ્ડ કાર્ડ તરીકે એન્ટ્રી થઈ હતી ત્યારે મુનવ્વર માટે થોડો મુશ્કેલ સમય શરૂ થયો હતો. આ સમયગાળા દરમિયાન મુનવ્વર ખાસો એવો ડાઉન ગયો હતો અને રડતો પણ જોવા મળ્યો હતો. જોકે, બાદમાં તેને પોતાની જાતને અને આયેશાના પોતાના સંબંધોને પણ સંભાળી લીધી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે બિગ બોસના ઘરમાં દિવસો સુધી ચાલેલી લડાઈ બાદ મુનવ્વરે શોનું ટાઇટલ પોતાના નામે કર્યું હતું. આ જીત પર તેને ‘બિગ બોસ’ ટ્રોફીની સાથે 50 લાખ રૂપિયા અને એક લક્ઝુરિયસ કાર (ક્રેટા) પણ મળી હતી.
શોમાંથી બહાર આવ્યા બાદ તરત જ મુનવ્વરે ફેમસ રેપર એમસી સ્ટેન સાથે પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી અને કેક પણ કટ કરી હતી. ત્યાર બાદ પોતાની પ્રતિક્રિયા આપતા મુનવ્વરે જણાવ્યું હતું કે આ તેનો અત્યાર સુધીનો સૌથી બેસ્ટ બર્થડે છે અને બર્થડે ગિફ્ટ હતી.