મુંબ્રામાં ગેરકાયદે વિરોધ પ્રદર્શનો બદલ 100થી વધુ લોકો વિરુદ્ધ ગુનો

થાણે: થાણે જિલ્લાના મુંબ્રા વિસ્તારમાં પરવાનગી વિના યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા બદલ 100થી વધુ લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
મુંબ્રામાં છ સ્થળે વિરોધ પ્રદર્શન કરવા બદલ પોલીસે શનિવારે એફઆઇઆર દાખલ કર્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.
મહારાષ્ટ્ર પોલીસ એક્ટ હેઠળ પ્રતિબંધાત્મક આદેશ લાગુ કરવામાં આવ્યા હોવા છતાં 16 મેના રોજ વિરોધ પ્રદર્શનો થયાં હતાં.
આ પણ વાંચો: વર્સોવામાં પાંચ ગેરકાયદે બિલ્ડિંગ સુધરાઈએ તોડી પાડી
આ વિરોધ પ્રદર્શનોમાં 100થી વધુ લોકોએ ભાગ લીધો હતો, જેને કારણે વાહનવ્યવહાર ખોરવાયો હતો અને પ્રતિબંધાત્મક આદેશનું ઉલ્લંઘન થયું હતું.
વિરોધ પ્રદર્શનો માટે કોઇ પરવાનગી આપવામાં આવી નહોતી. આયોજકો આગળ વધ્યા હતા, જેનાથી સાંપ્રદાયિક સંવાદિતા અને કાયદો-વ્યવસ્થાને ખલેલ પહોંચે એવી શક્યતા હતી.
આ પ્રકરણે ભારતીય ન્યાય સંહિતા અને મહારાષ્ટ્ર પોલીસ એક્ટની સંબંધિત જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કરાયો હતો અને ત્રણ આરોપીને ઓળખી કઢાયા હતા.
સ્થાનિક પત્રકાર સામે તડીપારના આદેશના વિરોધમાં આ આંદોલન કરવામાં આવ્યા હતા, એમ જણાવાયું હતું. (પીટીઆઇ)