મુંબ્રામાં 2.38 કરોડનું ડ્રગ્સ પકડાયું: બોરીવલીના યુવકની ધરપકડ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

મુંબ્રામાં 2.38 કરોડનું ડ્રગ્સ પકડાયું: બોરીવલીના યુવકની ધરપકડ

થાણે: થાણે જિલ્લાના મુંબ્રા વિસ્તારમાં પોલીસે 2.38 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડી પાડીને 21 વર્ષના યુવકની ધરપકડ કરી હતી, જે બોરીવલીનો રહેવાસી છે.

એન્ટિ-નાર્કોટિક્સ સેલ (એએનસી)ના અધિકારીઓએ મળેલી માહિતીને આધારે રવિવારે વહેલી સવારે મુંબ્રામાં ટોલ નાકા નજીક છટકું ગોઠવીને યુવકને તાબામાં લીધો હતો.

આપણ વાંચો: જુહુમાં 1.46 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું: પેડલરની ધરપકડ…

યુવકની ઓળખ સુમિત કુમાવત તરીકે થઇ હોઇ તે બોરીવલી વિસ્તારમાં રહે છે. સુમિતની તલાશી લેવામાં આવતાં તેમની પાસેથી 2.3 કરોડ રૂપિયાની કિંમતનો 2.3 કિલો હાઇબ્રિડ ગાંજો તેમ જ 1.47 લાખની 19 એક્સટ્સી ટેબ્લેટ્સ મળી આવી હતી.

દરમિયાન સુમિત વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરાઇ હતી. સુમિતે આ ડ્રગ્સ ક્યાંથી મેળવ્યું હતું અને તે કોને વેચવા માટે મુંબ્રામાં આવ્યો હતો, તેની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. (પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button