આમચી મુંબઈ

મુંબ્રા અકસ્માતઃ આઠ દિવસ પહેલાં જ પ્રાઈવેટ કંપનીમાં નોકરીએ લાગી દીકરી અને આજે…

મુંબઈઃ મધ્ય રેલવે પર સોમવારે થયેલાં અકસ્માતમાં પાંચ પ્રવાસીના મૃત્યુ થયા હતા જ્યારે અનેક પ્રવાસીઓને પહોંચી હતી. ઈજાગ્રસ્તોમાંથી જ એક યુવતીના પિતાએ પોતાની આપવીતી પ્રસાર માધ્યમો સાથે શેર કરી હતી. અઠવાડિયા પહેલાં જ ઈજાગ્રસ્ત યુવતીને એક પ્રાઈવેટ કંપનીમાં નોકરી મળી હતી અને આજે તે આઈસીયુમાં દાખલ હોવાની માહિતી આપતા યુવતીના પિતા ભાંગી પડ્યા હતા.

ટિટવાલા ખાતે રહેલી સ્નેહા દૌંડે નામની યુવતીને અઠવાડિયા પહેલાં જ એક પ્રાઈવેટ કંપનીમાં જોબ મળી હતી. સ્નેહાને નોકરી મળતા પરિવારમાં હસી-ખુશીનો માહોલ હતો. બારમા ધોરણ સુધી ભણેલી સ્નેહાએ સોમવારે ઓફિસ જવા માટે કસારાથી આવતી ફાસ્ટ લોકલ પકડી હતી, પરંતુ સ્નેહા કે તેના પરિવારને નહોતી ખબર કે આ લોકલ સ્નેહાને ઓફિસ નહીં પણ હોસ્પિટલના આઈસીયુના બેડ પર પહોંચાડી દેશે. એક અઠવાડિયા પહેલાં દીકરીની સફળતા પર ખુશીઓ મનાવતા પરિવારની આંખોમાંથી આજે વહી રહેલાં આંસુઓ રોકાવવાનું નામ નથી લઈ રહ્યા.

સ્નેહાના પિતાએ આ વલિશે માહિતા આપતા જણાવ્યું હતું કે અમને સવારે સ્નેહા મુંબ્રા ખાતે થયેલાં અકસ્માતમાં ઈજાગ્રસ્ત થઈ હોવાની માહિતી આપતો ફોન આવ્યો હતો. ફોન આવતા જ અમે લોકો કલવા ખાતે આવેલી છત્રપતિ શિવાજી મહારાજ હોસ્પિટલ પહોંચ્યા હતા. પરંતુ મારી તો હિંમત નથી થતી મારી દીકરી આ રીતે જોવાની. સ્નેહાની બહેન સ્નેહાને મળવા માટે આઈસીયુમાં ગઈ હતી અને તેણે મને કહ્યું કે સ્નેહાની સ્થિતિ સારી છે.

આપણ વાંચો:  મધ્ય રેલવે પર થયેલી દુર્ઘટના બાદ રેલવે લીધો મહત્ત્વનો નિર્ણય, હવે લોકલ ટ્રેનમાં…

સ્નેહાના પિતા હોસ્પિટલની બહાર જ દીકરીની ઝડ઼પી રિકવરી માટે પ્રાર્થના કરી રહ્યા હતા. સ્નેહા સહિત અનેક ઈજાગ્રસ્ત પ્રવાસીઓને કલવા ખાતે આવેલી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં પાંચ પ્રવાસીઓના મૃત્યુ થયા હોવાની સત્તાવાર માહિતી સામે આવી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button