આમચી મુંબઈ

મુંબઈની આઈકોનિક ‘ફેશન સ્ટ્રીટ’ની થશે કાયાપલટ, BMCની નવી અપડેટ જાણો

મુંબઈ: ચર્ચગેટ અને સીએસએમટીની વચ્ચે આવેલા ફેશન સ્ટ્રીટની કાયાપલટ (Mumbai’s Fashion Street will be revamp) કરવાની યોજના પાલિકા દ્વારા બનાવવામાં આવી છે. પાલિકાનું કહેવું છે કે સલાહકારની રિપોર્ટના આધારે પ્રોજેક્ટને ફાઇનલ કરવાનું કામ ચાલી રહ્યું છે. ફેશન સ્ટ્રીટને નવો લૂક આપવા માટે ટેન્ડર પ્રક્રિયા પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.

ફેશન સ્ટ્રીટમાં સ્ટોલધારકો દ્વારા ફૂટપાથનો અડધો ભાગ કબજો કરી લેવામાં આવે છે. લોકોને ચાલવા માટે પણ જગ્યા રહેતી નથી. અહીં દેશ-વિદેશથી અનેક પર્યટકો આવતા હોય છે. ફેશન સ્ટ્રીયનો ફેલાવો ટાટા ક્મ્યુનિકેશન બિલ્ડિંગની સામેથી મેટ્રો સિનેમા સુધી છે. તેમ છતાં અહીં બેસવાની કોઇ વ્યવસ્થા નથી. સારા શૌચાલય નહીં હોવાને કારણે પણ લોકોને ઘણી તકલીફ થતી હોય છે.

ફેશન સ્ટ્રીટની કાયાપલટ કરતા ત્યાંના સ્ટોલની ડિઝાઇનમાં ફેરફાર કરાશે જેથી લોકો ક્રોસ મેદાનને પણ જોઇ શકશે. આદુનિક સુવિધાઓ સાથેના ટોઇલેટ અને ફર્નીચર પણ હશે. અહીં કાયદેસર ફક્ત ૧૧૨ દુકાન છે, પરંતુ હાલમાં અહીં ૨૫૦થી ૩૦૦ દુકાનો જોવા મળે છે.

આ પણ વાંચો : સરકારના વાંકે પ્રજાના પૈસાનું પાણીઃ બાન્દ્રા-વરલી સિ-લીંકનો ખર્ચ અધધધ વધી ગયો

યુરોપ અને સિંગાપોરના આધારે કરાશે વિકાસ
ફેશન સ્ટ્રીટનો વિકાસ યુરોપ અને સિંગાપોરના આધારે કરાશે જેમ ત્યાં દુકાનો સામસામે હોય છે અને તેની વચ્ચે ચાલવા માટેની જગ્યા હોય છે.

પાલિકાને આપવામાં આવ્યા ત્રણ વિકલ્પ
ફેશન સ્ટ્રીટનો નવો લૂક કેવો હશે, તેમાં કયા કયા ફેરફાર કરવાની જરૂર છે, ખરીદદારો માટે કઇ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકાય તેની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી રહી છે. આ અંગે સલાકરા તરફથી પાલિકાને પ્રેઝેન્ટેશન પણ આપવામાં આવ્યું છે. ત્રણ વિકલ્પ પણ આપવામાં આવ્યા છે. અહીંના સ્ટોલની ડિઝાઇન બદલતા બે-ત્રણ દુકાન વચ્ચે જગ્યા રાખવામાં આવશે. સ્ટોલને પાછળ કેવી રીતે ધકેલી શકાય તેના પર પણ ધ્યાન આપવામાં આવશે.

સુરક્ષા અને વ્યવસ્થા પર અપાશે ધ્યાન
મહિલાઓ માટે પ્રસાધનની સુવિધાનો અભાવ, દુકાનોની સુરક્ષા માટે કોઇ વ્યવસ્થા નથી. ૨૦૨૨માં અહીં લાગેલી આગમાં વીસથી બાવીસ દુકાનો બળી ગઇ હતી. ફેશન સ્ટ્રીટમાં વિદેશોની જેમ સાંજે ફૂટ ટ્રક જેવી સેવાઓ ઉપલબ્ધ કરાવવાની યોજના પણ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button