મુંબઈગરા ચેતજો, આગામી દિવસોમાં તાપમાનમાં વૃદ્ધિ થવાની IMDની ચેતવણી… | મુંબઈ સમાચાર

મુંબઈગરા ચેતજો, આગામી દિવસોમાં તાપમાનમાં વૃદ્ધિ થવાની IMDની ચેતવણી…

મુંબઈઃ એપ્રિલ મહિનાથી જ મુંબઈ સહિત રાજ્યમાં નાગરિકો Heatwaveનો સામનો કરી રહ્યા છે અને હવે IMD દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આજે પણ મુંબઈ, થાણે સહિત કોંકણમાં Heatwave અનુભવાશે. આ ઉપરાંત આગામી કેટલાક દિવસમાં રાજ્યના કેટલાક વિસ્તારમાં તાપમાનમાં વૃદ્ધિ થવાની સાથે સાથે જ વરસાદ પડવાની આગાહી પણ કરી છે.

હવામાન ખાતા દ્વારા આપવામાં આવેલા અંદાજ અનુસાર મુંબઈ અને ચેમ્બુર તેમ જ પવઈ વિસ્તારમાં Heatwaveની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં ઉષ્ણતામાન 37 ડિગ્રી સેલ્સિયસ સુધી વધવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. મુંબઈના અનેક વિસ્તારમાં આગામી ચાર-પાંચ દિવસમાં ઉષ્ણતામાનમાં 2થી 3 ડિગ્રી ઘટાડો થવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી છે. આઈએમડીએ કોંકણ અને મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં હીટવેવ માટે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.

કોંકણના રત્નાગિરી અને સિંધુદુર્ગ જિલ્લામાં 4,5 અને 6ઠ્ઠી મે દરમિયાન ઉષ્ણતામાનમાં વૃદ્ધિ થવાની સાથે સાથે વાતાવરણ પણ ઉકળાટવાળું રહેવાની શક્યતા હવામાન ખાતા દ્વારા વર્તાવવામાં આવી છે. રાયગઢ સહિત રત્નાગિરી, સાંગલી, સોલાપુરમાં ચોથી અને પાંચમી મેના અને સિંધુદુર્ગ જિલ્લામાં ચોથી મેના દિવસે Heatwaveની આગાહી કરવામાં આવી છે. Heatwaveની સાથે સાથે મરાઠવાડા અને વિદર્ભના કેટલાક જિલ્લામાં વરસાદ પડવાની આગાહી પણ કરવામાં આવી છે.

આવતીકાલે પણ મહારાષ્ટ્ર અને ગોવા રાજ્યમાં હવામાન સુક્કું અને ગરમ હોવાની શક્યતા છે. આજે અને આવતીકાલે એટલે કે ચોથી અને પાંચમી મે મહારાષ્ટ્રના સાંગલી અને સોલાપુરમાં અનેક ઠેકાણે હીટવેવની આગાહી કરવામાં આવી છે. મરાઠવાડામાં ચોથી અને પાંચમી મેના દિવસે લાતુર અને ઉસ્માનાબાદ, નાંદેડ જિલ્લામાં પણ નાગરિકોને હીટવેવ અનુભવાશે.

સંબંધિત લેખો

Back to top button