આમચી મુંબઈ

મુંબઈકરો સાવધાન, શહેરમાં પેટના ઈન્ફેક્શનના કેસ વધી રહ્યા છે, જાણો શું છે કારણ

મુંબઈ: છેલ્લા ઘણા દિવસોથી મુંબઈમાં પેટના ઈન્ફેક્શનના કેસો(stomach flu cases)ની સંખ્યમાં વધારો નોંધાયો છે. બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન(BMC)ના સ્વાસ્થ્ય વિભાગ પાસેથી મળેલી માહિતી અનુસાર એપ્રિલ મહિનામાં પેટની સમસ્યાને લગતા દરરોજ સરેરાશ 31 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા હતા. શહેરની સરકારી હોસ્પિટલો ઉપરાંત ખાનગી હોસ્પિટલોમાં પણ પેટના ઈન્ફેક્શનના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. તબીબોના મત મુજબ જેની પાછળનું અસલામત જંકફૂડ છે.

એક અહેવાલ મુજબ જેજે હોસ્પિટલમાં એપ્રિલના દરમિયાન પેટના ઈન્ફેક્શનના લગભગ 300 દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. ઝાડા, ઉલ્ટી અને ડીહાઈડ્રેશનથી પીડાતા દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પીટલના તબીબોના જણાવ્યા મુજબ સામાન્ય રીતે દર્દીઓ 4 થી 5 દિવસમાં સજા થઇ જાય છે.

મુંબઈના લોકો મોટા પ્રમાણમાં ફાસ્ટ ફૂડ કે જંક ફૂડ ખાય છે. વડાપાંવ, સમોસા, ચાઈનીઝ, પાણીપુરી, ફ્રૂટ ડીશના ઠેલાઓ પર લોકોની ભીડ રહે છે, પરંતુ એ ખોરાક કે પીણા બનાવવા વપરાતી સામગ્રીઓ અને બનવાતી વખતે સ્વચ્છતા અંગે ધ્યાન આપતા નથી. રસ્તાની બાજુના સ્ટોલ પર ખુલ્લામાં ખાદ્યપદાર્થો અને પીણા વેચવામાં આવે છે. આવી સ્થિતિમાં વાહનોથી ફેલાતું પ્રદૂષણ, રસ્તાની ધૂળ, ગંદકીમાં બેઠેલી માખીઓ આ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા પર અસર કરે છે, દૂષિત ખોરાકને કારણે પેટમાં ચેપ લાગવાની શક્યતા વધી જાય છે.

આરોગ્ય વિભાગના ડેટા અનુસાર એપ્રિલમાં 916 લોકો પેટના ઈન્ફેક્શનથી બીમાર પડ્યા હતા, જ્યારે માર્ચમાં આ આંકડો 637 હતો. આરોગ્ય વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે મુંબઈમાં ગેસ્ટ્રોના કેસમાં વધારો થયો છે. તેનું મુખ્ય કારણ દૂષિત પાણી અથવા બિનઆરોગ્યપ્રદ આહાર છે. અનેક દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે.

અહેવાલ મુજબ દર મહિને પેટના ઈન્ફેક્શનના દર્દીઓની સંખ્યા વધી રહી છે. જાન્યુઆરીની સરખામણીમાં એપ્રિલમાં 71 ટકા વધુ કેસ નોંધાયા છે. જાન્યુઆરીમાં 536 કેસ નોંધાયા હતા જ્યારે એપ્રિલમાં 916 કેસ નોંધાયા હતા.

પેટના ઈન્ફેક્શનના લક્ષણો:

  • ઉબકા અને ઉલ્ટી
  • પેટમાં ખેંચાણ અને દુખાવો
  • ઝાડા
  • પ્રથમ બે દિવસમાં તાવ

શુ કરવુ:

  • ઉકાળેલું અને હૂંફાળું પાણી પીવું
  • જાતે સ્વચ્છ રહેવું ખૂબ જ જરૂરી છે
  • યોગ્ય રીતે રીતે રાંધેલો ખોરાક લો
  • ખાદ્ય પદાર્થોને સારી રીતે ઢાંકી દો

શું ન કરવું:

  • જાતે ઈલાજ કરવાનું ટાળો, લક્ષણો દેખાતા ડોક્ટરનો સંપર્ક કરો
  • જંકફૂડ અને ફાસ્ટ ફૂડ ટાળો
  • કાપેલા ફળો અને બરફવાળા જ્યુસનું સેવન ન કરો.
  • વાસી ખોરાક ન ખાવો
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો?