આમચી મુંબઈ

વૉક લેવાનું ભારે પડ્યું ઘાટકોપરમાં ઝાડની ડાળી પડતાં ગુજરાતી મહિલાનો જીવ ગયો સાથે ચાલી રહેલા ગુજરાતી મહિલાની હાલત ગંભીર


(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: દરરોજ સાંજે ઈવનિંંગ વોક પર જવું ઘાટકોપરની ગુજરાતી ૬૦ વર્ષની ગુજરાતી મહિલાને ભારે પડ્યું હતું. ઘાટકોપર (પૂર્વ)માં વલ્લભબાગ લેનમાં રહેતા ૬૦ વર્ષના મીનાક્ષી કીર્તિલાલ શાહ ગુરુવારે સાંજે નાઈન્ટી ફૂટ રોડ લવન્ડર બાગ હોટલ પાસે આવેલા ગાર્ડનમાં જોગર્સ પાર્કમાં ઈવનિંગ વોક પર ગયા હતા ત્યારે તેમના પર પીપળાના ઝાડની ડાળખી તૂટી પડતા તેમનું મૃત્યુ થયું હતું. તેમની સાથે રહેલા ૫૬ વર્ષના વંદના શાહ પણ માથામાં ઈજા તથા તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં, જ્યા તેમની હાલત હજી ગંભીર છે.

ઘાટકોપર(પૂર્વ)માં સીક્સટી ફૂટ રોડ પર કૈલાશ નિવાસ બિલ્ડિંગના આવેલી છે. તો બાજુમાં જ નાઈન્ટી ફૂટ રોડ પર પાલિકાના આર.જી. પ્લોટ આવેલો છે. અહીં ગાર્ડન બનાવવામાં આવ્યું છે, તેનું સંચાલન ગારોડિયા નગર વેલ્ફેર ફેડરેશન ઓફ હાઉસિંગ સોસાયટી દ્વારા કરવામાં આવે છે. આ ગાર્ડનમાં જોગિંગ ટ્રેક છે, જેમાં સવાર-સાંજ રોજ ચાલવા માટે સ્થાનિક રહેવાસીઓ વોકિંગ માટે આવતા હોય છે. ગુુરુવારે સાંજે લગભગ છ વાગ્યાની આસપાસ આ દુર્ઘટના બની હતી.

ગારોડિયા નગર વેલ્ફેર ફેડરેશન ઓફ હાઉસિંગ સોસાયટીના વાઈસ પ્રેસિડન્ડ ડૉ. વિપુલ જોશીએ ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે ઘાટકોપર(પૂર્વ)માં રહેતા વલ્લભબાગ લેનમાં રહેતા મીનાક્ષીબહેન કીર્તિલાલ શાહ અને વંદના બહેન વોકિંગ માટે આવ્યા હતા. અહીં રોજ મોટી સંખ્યામાં લોકો વોકિંગ માટે આવતા હોય છે. ગુુરુવારે સાંજે લગભગ છ વાગ્યાની આસપાસ અચાનક તેમના પર પિપળાના ઝાડની ડાળખી તૂટી પડી હતી, જેમાં બંને મહિલા જખમી થઈ હતી. તેમને તરત નજીક આવેલી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં. જ્યાં મીનાક્ષીબહેનને ભારે માત્રામાં માર લાગ્યો હોવાથી તેમનું મૃત્યુ થયું હતુંં. વંદના શાહને માથા પર ઈજા થતા તેમને હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં હતાં.

Also read: ઘાટકોપરમાં કૅબ ડ્રાઈવરને ઊંચકીને જમીન પર પટક્યો

ગારોડિયા નગર વેલ્ફેર ફેડરેશન ઓફ હાઉસિંગ સોસાયટીના પ્રેસિડન્ટ રાજેશ અજમેરાએ જણાવ્યું હતું કે આ પીપળાનું ઝાડ ગાર્ડનને અડીને આવેલા સિક્સટી ફૂટ રોડ પરી કૈલાશ નિવાસ બિલ્ડિંગના પરિસરમાં આવેલું છે. આ ઝાડની હાલત ખરાબ જ હતી. ગુરુવારે સાંજે અચાનક ઝાડની ડાળખી તૂટીને અહીં વોકિંગ કરી રહેલી મહિલાઓ પર પડી હતી. વંદનાબહેન શાહની પણ સારવાર ચાલી રહી છે. ઝાડ તૂટી પડવાની ઘટના બાદ પાલિકા આવીને પીપળાનું ઝાડ થોડું કાપી ગઈ હતી અને બાકીનું ઝાડ હવે શુક્રવારે કાપવાની છે.

સોસાયટીએ નોટિસની અવગણના કરી

પાલિકાના ઉચ્ચ અધિકારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે આર.જી. પ્લોટ પર બગીચો બનાવીને તેમાં જોગર્સ પાર્ક બનાવવામાં આવેલો છે. આ બગીચાને અડીને આવેલી કૈલાશ નિવાસ સોસાયટીના પરિસરમાં પીપળાનું ઝાડ આવેલું છે. આ ઝાડ અત્યંત જૂનું હોવાની સાથે જ તેની ડાળખીઓ પણ જોખમી હાલતમાં હોવાથી એપ્રિલ મહિનામાં પાલિકાના એન વોર્ડ તરફથી સોસાયટીને ઝાડની જોખમી ડાળખીનું ટ્રિમિંગ કરવાની નોટિસ મોકલવામા આવી હતી પણ સોસાયટીએ પાલિકાની નોટિસની અવગણના કરી હતી. ત્યારબાદ ચોમાસાના સમય દરમિયાન પણ પાલિકાએ ફરી ઝાડની જોખમી ડાળખીનું ટ્રિમિંગ કરવાની નોટિસ આપી હતી, જોકે સોસાયટીએ તેની પણ અવગણના કરી હતી અને ગુરુવારે આ દુર્ઘટના બની હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button