આમચી મુંબઈ

વરસાદની રાહ જોતા મુંબઈગરાને આવતા અઠવાડિયે મળશે રાહત કે પછી વાવાઝોડાનું તોફાન? જુઓ શું કહેવું છે હવામાન ખાતાનું…

Mumbai: Kerala, Hyderabad અને Bengaluruમાં મેઘરાજાએ ઓચિંતા પધરામણા કર્યા અને તોફાની પવનો ફૂંકાયા ત્યારબાદ મહારાષ્ટ્ર, ગુજરાત અને ઓડિશામાં આવતા અઠવાડિયે મહારાષ્ટ્ર, ગુજરાત અને ઓડિશામાં પણ ભારે વરસાદ પડે તેવી શક્યતા હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

મુંબઈમાં પણ આવતા અઠવાડિયે વાવાઝોડું ટકરાય અને ભારે વરસાદની સાથે તોફાની પવનો ફૂંકાશે તેવી આગાહી કરવામાં આવી છે. બંગાળના અખાતમાં ચક્રવાતી વાવાઝોડું તૈયાર થઇ રહ્યું હોવાનું જણાતા આ આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. 23મેથી 27 મે દરમિયાન મહારાષ્ટ્ર, ઓડિશા અને ગુજરાતમાં આ વાવાઝોડું પ્રવેશે તેવી શક્યતા વર્તાવાઇ છે. જ્યારે 28મી મેના રોજ મુંબઈમાં ભારે વરસાદ પડી શકે તેવા સંજોગો છે.
હવામાનશાસ્ત્રીઓએ જણાવ્યા અનુસાર બંગાળના અખાતમાં તૈયાર થઇ રહેલું ચક્રવાતી વાવાઝોડું દેશના પશ્ર્ચિમી કિનારે આવેલા વિસ્તારોમાં ત્રાટકી શકે છે. મુંબઈ સ્થિત હવામાન ખાતાએ જણાવ્યા અનુસાર 23થી 27 મી દરમિયાન આ વાવાઝોડું ત્રાટકી શકે. જોકે, આ ચક્રવાતી વાવાઝોડું દેશના પશ્ર્ચિમી તટે ત્રાટકે તે પહેલા પૂર્વીય કિનારે આવેલા વિસ્તારોને ધમરોળશે.

મુંબઈગરાઓને મળશે ગરમીથી રાહત?
28મી મેના રોજ શહેરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે અસહ્ય ગરમીથી ત્રાહિમામ પોકારી ગયેલા મુંબઈગરાઓને ગરમી અને તાપથી રાહત મળે તેવી શક્યતા છે. નૈઋત્યનું ચોમાસું હજી બેઠું નથી ત્યારે આતુરતાથી ચોમાસાની રાહ જોતા અને ગરમીથી રાહત મેળવવા માગતા મુંબઈગરાઓ આ વરસાદનું સ્વાગત કરે તો કોઇ આશ્ર્ચર્ય નહીં જણાય.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button