અઠવાડિયા પહેલા જ દિવસે રિમઝિમ વરસાદહવામાન વિભાગે ગ્રીન અલર્ટને યલો અલર્ટમાં અપગ્રેડ કરી…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં વહેલી સવારથી વાદળિયા વાતાવરણની સાથે વરસાદના મધ્યમથી જોરદાર ઝાપટાં પડયા હતા. હવામાન વિભાગે હજી એક દિવસ પહેલા જ મુંબઈ માટે ગ્રીન અલર્ટ આપ્યું હતું પણ સોમવારે તેને અપગ્રેડ કરીને યલો અલર્ટની ચેતવણી આપવામાં આવી હતી, તે મુજબ આખો દિવસ મધ્યમથી ભારે વરસાદ પડયો હતો.
હવામાન વિભાગે સોમવારે અગાઉ ગ્રીન અલર્ટ આપ્યું હતું અને બુધવાર સુધી વરસાદ વિરામ લેશે એવો અંદાજો વ્યક્ત કર્યો હતો પણ સવારથી મુંબઈમાં વરસાદ પડી રહ્યો હતો. હવામાન વિભાગે બપોરના ૧.૩૫ વાગે આગામી ત્રણથી ચાલ કલાક માટે મુંબઈ, થાણે, પાલઘર જિલ્લામાં મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી ચેતવણી આહતી. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વીજળી પડવાની અને તેજ પવન ફૂંકાવાની પણ ચેતવણી આપી હતી. સોમવારે દિવસ દરમ્યાન મુંબઈ, થાણેમાં મધ્યમથી ભારે વરસાદના ઝાપટાં પડ્યા હતા. આ દરમ્યાન હવામાન વિભાગે ૧૫થી ૧૮ જુલાઈ સુધી હળવાથી મધ્યમ વરસાદ પડવાની એટલે કે ગ્રીન અલર્ટ આપ્યું છે.
આ દરમ્યાન ૧૪ જુલાઈના સવારના ૮.૩૦ વાગે પૂરા થયેલા ૨૪ કલાકમાં કોલાબામાં ૧૪.૬ મિ.મી. અને સાંતાક્રુઝમાં ૯.૭ મિ.મી. વરસાદ નોંધાયો હતો.