મુંબઈના વેવ્ઝ કોન્ફરન્સમાં નવીનતા સાથે ટેકનોલોજીનો મહાસાગર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કેન્દ્ર સરકાર દ્વારા મુંબઈના બીકેસીમાં આવેલા જિયો વર્લ્ડ સેન્ટર ખાતે વૈશ્ર્વિક ઑડિયો-વિઝ્યુઅલ અને મનોરંજન ક્ષેત્ર માટેની ‘વેવ્સ 2025 કોન્ફરન્સ’નું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ પરિષદ મહારાષ્ટ્ર સરકારના સહકાર દ્વારા યોજાઈ રહી છે. પહેલીથી ચોથી મે, 2025 દરમિયાન યોજાનારી આ પરિષદનું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદી કરશે અને તેમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર અને ઉદ્યોગ પ્રધાન ઉદય સામંત હાજરી આપશે.
આપણ વાંચો: કેન્દ્ર સરકારને ફડણવીસે જ આપ્યો ઝટકોઃ હિન્દી ભાષા મામલે લીધો યુ ટર્ન
મુંબઈમાં યોજાનારી આ પરિષદમાં વિવિધ દેશોના પ્રધાનો, નીતિ ઘડનારાઓ, ઉદ્યોગપતિઓ અને સીઈઓ હાજરી આપશે.
વેવ્ઝ કોન્ફરન્સમાં વિશ્ર્વભરના 100થી વધુ દેશો ભાગ લેશે. આ પરિષદ ભારતના સર્જનાત્મક અર્થતંત્રને મોટા પ્રમાણમાં વેગ આપવામાં મદદ કરશે. ભારતમાં મીડિયા અને મનોરંજન ઉદ્યોગ ઝડપથી વિકસી રહ્યો છે અને મોટી સંખ્યામાં નોકરીની તકો પ્રદાન કરે છે.
આપણ વાંચો: સુપ્રીમ કોર્ટે વકફ કાયદા મુદ્દે કેન્દ્ર સરકારને આ 3 આકરાં સવાલો પૂછ્યા
તે જ સમયે, દેશ ઓટીટી, એનિમેશન, ગેમિંગ, વીએફએક્સ, ફિલ્મ, સંગીત અને ડિજિટલ મીડિયા ક્ષેત્રોમાં પ્રગતિ કરી રહ્યો છે. આ પૃષ્ઠભૂમિમાં વેવ્ઝ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં સેમિનાર, ઉદ્યોગમાં રોકાણ અને વિવિધ કાર્યક્રમો યોજાશે.
કોન્ફરન્સના પહેલા દિવસે ‘ભારત અને મહારાષ્ટ્ર પેવેલિયન’ અને વેવ્ઝ પ્રદર્શનનું ઉદ્ઘાટન થશે, અને કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો અને સમજૂતી કરાર (એમઓયુ) કરવામાં આવશે. આ સાથે, ક્રિએટોસ્પીયરનું ઉદ્ઘાટન અને ‘વેવ્સ બજાર’, વેવ્સ એક્સિલરેટર વગેરેનું લોન્ચિંગ પણ થશે.
કોન્ફરન્સના બીજા દિવસે વૈશ્ર્વિક મીડિયા વાર્તાલાપ, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને સીઈઓ વચ્ચે વાર્તાલાપ અને ક્રિએટ ઇન ઇન્ડિયા ચેલેન્જીસનો અંતિમ રાઉન્ડ યોજાશે. આ કોન્ફરન્સના ત્રીજા અને ચોથા દિવસે વિવિધ સેમિનાર અને એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવશે.