…. તો મુંબઇગરાને 8 ટકા વધુ પાણી કર ભરવો પડશે? 25મી નવેમ્બરના રોજ લેવાશે નિર્ણય

મુંબઇ: મુંબઇગરાના પાણી કરમાં 8 ટકાનો વધારો થવાની શક્યતાઓ છે. વોટર ડિપાર્ટમેન્ટનો આ પ્રસ્તાવ મ્યુનિસીપલ કમીશનર ઇકબાલ સિંહ ચહલને મોકલવામાં આવ્યો છે. ત્યારે હવે આ અંગે 25મી નવેમ્બરના રોજ નિર્ણય આવવાની શક્યતાઓ છે. જો આ 8 ટકા કર લાગૂ થાય તો 1 ડિસેમ્બરથી તેનો અમલ કરવામાં આવશે.
મુંબઇગરા પર લાદવામાં આવનાર પાણી કરમાં જર વર્ષે વધારેમાં વધારે 8 ટકાનો વધારો કરવાનો નિર્ણય 2012માં સ્થાયી સમીતીમાં મંજૂર કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ દર વર્ષે જૂન મહિનામાં પાણીના કરમાં કેટલાકં ટકાનો વધારો કરવામાં આવે છે. 16મી જૂથી તેનો અમલ કરવામાં આવે છે. આ વર્ષે પણ એકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ખર્તાઓ અંગેનો પ્રસ્તાવ પ્રશાસનને મોકલી આપ્યો છે. વોટર ડિપાર્ટમેન્ટ દ્વારા 2023-24 આ આર્થિક વર્ષ માટે પ્રસ્તાવ તૈયાર કરી આ પ્રસ્તાવ પ્રશાસકીય મંજૂકી માટે મોકલવામાં આવ્યો છે. આ પ્રસ્તાવ મ્યુનિસિપલ કમીશનરને મળ્યો હોવાથી આગામી 25મી નવેમ્બરના રોજ તે અંગે નિર્ણય લઇશું એમ મ્યુનિસિપલ કમીનરે જણાવ્યું હતું.
તાનસા, મધ્ય વૈતરણા, ભાતસા, વિહાર અને તુળશી આ સાત ડેમમાંથી મુંબઇને રોજ 3,850 દસ લાખ લિટર પાણી પુરવઠો કરવામાં આવે છે. કેટલાંક કિલોમીટરથી પાઇપમાં વહીને આવતા પાણીનો સપ્લાય કરવા માટે જળ શુદ્ધીકરણ કરવું, પાણી પુરવઠા ટેકનીકમાં સુધારા કરવા, જૂની તથા જર્જરીત પાઇપલાઇન બદલવી, લીકેજ રીપેર કરવા અન્ય રિપેરીંગ જેવા અનેક કામો કરવા પડે છે. આ તમામ કામો માટે પાલિકા પર ખર્ચાનો જે બોજો આવે છે તેની સરખામણીમાં મુંબઇગરા પર પાણી કર નાંખવામાં આવે છે. દર વર્ષે આ ખર્ચાઓ વધતા હોય છે. આ ખર્ચાનું સરવૈયુ મેળવી કરનો દર નક્કી કરવામાં આવે છે. પાછલા વર્ષે મુંબઇ મહાનગરપાલિકા દ્વારા પાણી કરમાં 7.12 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. જ્યારે આ વર્ષે 8 ટકા વધારાની ભલામણ કરવામાં આવી છે. જૂન મહિનામાં રાજકીય પક્ષો દ્વારા પાણીના કરમાં વધારાનો વિરોધ કરવામાં આવ્યો હતો. અને હવે ફરી ડિસેમ્બરથી પાણી કરમાં 8 ટકાના વધારાની શક્યતાઓ વર્તાઇ રહી છે.