મુંબઈના આ વિસ્તારમાં રહેશે ૧૦૦ ટકા પાણીકાપ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં ધારાવીમાં નવરંગ કમ્પાઉન્ડમાં પાણીની પાઈપલાઈનને જોડવાનું કામ હાથ ધરવામાં આવવાનું છે. આ કામને કારણે ગુરુવાર, ૧૮ એપ્રિલ અને શુક્રવાર, ૧૯ એપ્રિલ, ૨૦૨૪ના રોજ પાણીકાપ રહેશે. આ કામને કારણે મુંબઈના અમુક વિસ્તારમાં ૧૦૦ ટકા પાણીકાપ રહેશે. તો અમુક વિસ્તારમાં ૨૫ ટકા પાણીકાપ રહેશે. તેથી નાગરિકોને પાણીને સંભાળીને વાપરવાની અપીલ પાલિકા પ્રશાસને કરી છે.
પાલિકાના જણાવ્યા મુજબ બાંદ્રા રેલવે ટર્મિનસ અને બાંદ્રા સ્ટેશન વિસ્તારમાં ગુરુવાર અને બુધવાર બંને દિવસ ૧૦૦ ટકા પાણીકાપ રહેશે. ધારાવી લૂપ માર્ગ, નાઈક નગર, પ્રેમ નગરમાં પણ ગુરુવારના ૧૦૦ ટકા પાણીકાપ રહેશે. એ સિવાય ધારાવી લૂપ માર્ગ, ગણેશ મંદિર, દિલીપ કમદ માર્ગ, માહિમ ફાટક માર્ગ વિસ્તારમાં પણ ગુરુવારના ૧૦૦ ટકા પાણીકાપ રહેશે.
સાયન-માહિમ લિંક રોડ-સીક્સટી ફૂટ રોડ અને મહાત્મા ગાંધી નાઈન્ટી ફીટ રોડ , એમ.પી.નગર,માં ગુરુવારના ૨૫ ટકા પાણીકાપ રહેશે.