મુંબઈમાં પાણીની સમસ્યા મુદ્દે શુક્રવારે મહત્ત્વનો લેવાશે નિર્ણયઃ Rahul Narvekar
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ છેલ્લા અનેક દિવસોથી ઓછા દબાણે પાણી પૂરું પાડવામાં આવી રહ્યું હોવા ઉપરાંત મુંબઈના અનેક વિસ્તારોમાં અપુરતું પાણી પૂરું પડાઇ રહ્યું હોવાની અનેક ફરિયાદઓ મુંબઈગરાઓ તરફથી મળી રહી છે. પાણીના અપુરતા પુરવઠા અને ઓછા દબાણે પૂરા પડાતા પાણીના કારણે મુંબઈગરાઓ હેરાન થઇ રહ્યા છે ત્યારે આ સમસ્યા દૂર કરવા માટે મહત્ત્વની બેઠક બોલાવવાનો આદેશ મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે બુધવારે આપ્યો હતો.
વિધાનસભામાં ભાજપના વિધાનસભ્ય એડ્વોકેટ આશિષ શેલારે પોતાના વિધાનસભા ક્ષેત્ર બાંદ્રા પશ્ચિમના ખાર દાંડા, ગઝરબાંધ અને બાંદ્રા પરિસરમાં પાણી પુરવઠાની સમસ્યા અંગેનો મુદ્દો ઉઠાવ્યો હતો.
તેમણે આ અંગે પાલિકામાં સત્તા ધરાવનાર ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેના પર નિશાન સાધતા જણાવ્યું હતું કે મુંબઈ મહાનગરપાલિકામાં સત્તામાં રહેલા ઉદ્ધવ ઠાકરે જૂથે મુંબઈગરાઓને 24 કલાક પાણી પુરવઠો પૂરો પાડવાનું આશ્વાસન આપ્યું હતું.
આ પન વાચો : मुख्यमंत्री – माझी लाडकी बहीण યોજનામાં થનારી ગેરરીતિ અંગે શિંદેએ અધિકારીઓને આપી ચેતવણી
જોકે, હકીકત તો એ છે કે મુંબઈગરાઓને બે કલાક પણ પાણી મળી નથી રહ્યું. બાંદ્રા પશ્ચિમ વિસ્તારમાં 24 કલાક પાણી પુરવઠો પૂરો પાડવાનો પાયલટ પ્રોજેક્ટ અમલમાં લવાયો અને તે પણ નિષ્ફળ નિવડ્યો. જેના કારણે હવે અહીંના રહેવાસીઓને એક કલાક પણ પૂરતું પાણી નથી મળતું. મુંબઈના બધા જ વિસ્તારોમાં આવી ફરિયાદો હોવાનું પણ શેલારે જણાવ્યું હતું.
શેલારની આ ફરિયાદને અન્ય વિધાનસભ્યોએ પણ સમર્થન આપ્યું હતું અને આ મુદ્દે આક્રમક થયા હતા. જેને પગલે આ બાબતની ગંભીર નોંધ લઇને વિધનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરે મુંબઆ પાલિકાના જળ વિભાગના મુખ્ય એન્જિનિયરને તાત્કાલિક ધોરણે મુંબઈગરાઓને પૂરા પાડવામાં આવતા પાણી પુરવઠા અંગે માહિતી સંબંધિત પ્રધાન મારફત રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. આ સિવાય સંબંધિત પાલિકા અધિકારીઓ અને વિધાનસભ્યો તેમ જ પ્રધાનોને વિધાનભવનમાં બેઠક યોજવાનો આદેશ આપ્યો હતો.