આમચી મુંબઈટોપ ન્યૂઝ

મુંબઇની પાણીની પાઇપલાઇનમાં નાના મોટા લિકેજની પાલિકા પાસે 55 હજાર અરજી

મુંબઇ: મુંબઇને પાણી પુરવઠો કરનારી પાઇપ લાઇન જૂની થઇ ગઇ હોવાથી પાણીના લિકેજની સમસ્યા અવાર નવાર આવતી હોય છે. છેલ્લાં બે વર્ષમાં આ લિકેજને કારણે ટપકી ટપકીને પણ ઘણું પાણી બરબાદ થયું છે. કોઇ એક નાના શહેરને પણી પુરવઠો કરી શકાય એટલું પાણી આ લિકેજને કારણે વેસ્ટ થયું છે. અને આવા લિકેજની નોંધ થાય તે માટે પાલિકાને લગભગ 55 હજાર ફરિયાદો મળી છે. જેમાં સૌથી વધુ પૂર્વ ઉપનગરમાંથી 20 હજાર 276 ફરિયાદો મળી છે.

મુંબઇે પાણી પુરવઠો કરતાં ડેમ મોટાભાગે થાણે જિલ્લામાં આવેલા છે. લગભગ 50 થી 100 કિમીના અંતર રાખીને પાઇપ લાઇનના માધ્યમથી પાણી મુબઇ લાવવામાં આવે છે. આમાંથી ઘણી પાઇલાઇન બ્રિટીશોના સમયની છે. અનેક પાઇપલાઇન જૂની થઇ ગઇ હોવાથી પાણીના લિકેજની સમસ્યા વધી ગઇ છે.


પાણીની ચોરી અને લિકેજ રોકવા માટે કેટલાંક સ્થળોએ ટનેલમાંથી પાણી પુરવઠો કરવાની યોજના બનાવવામાં આવી છે. ટનેલ મજબૂત હોવાથી તેમાં લાંબા સમય સુધી તિરાડો નહીં પડે. ઉપરાંત પાણીની ચોરી કરવી પણ શક્ય નહી બને. આવી કેટલીક ટનલ બનાવવાનું કામ હે પૂરું થવામાં છે.


પાણીની ચોરી અને લિકેજને કારણે રોજ લગભગ 25 ટકા પાણી વેડફાય છે. મુંબઇમાં રોજ 3850 દસલાખ લિટર પાણી પુરવઠો કરવામાં આવે છે. પાણી પુરવઠો કરનારા 6 ડેમની ક્ષમતા 14 લાખ 47 હજાર 363 દસલાખ જેટલી છે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button