મુંબઈમાં આજથી બે દિવસ પાંચથી દસ ટકા પાણીકાપ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈગરાને કરવામાં આવતા પાણીપુરવઠામાં આજે અને આવતી કાલે બે દિવસ માટે પાંચથી દસ ટકાનો પાણીકાપ મૂકવામાં આવ્યો છે. આ બે દિવસ દરમિયાન પાણી સંભાળીને વાપરવાની અપીલ પણ પાણીપુરવઠા વિભાગે કરી છે.
| Also Read: ઓન-ડ્યુટી પોલીસ પર હુમલોઃ પિતા-પુત્રને એક વર્ષની જેલની સજા…
સુધરાઈના પાણીપુરવઠા ખાતાના જણાવ્યા મુજબ વૈતરણા પાઈપલાઈનની યંત્રણામાં થાણેમાં આવેલા તારાળીમાં ૯૦૦ મિલીમીટર વ્યાસના વાલ્વ બગડી ગયા છે. તેથી પાણીની પાઈપલાઈનની યંત્રણાને આંશિક રીતે બંધ કરવામાં આવી છે. તેને કારણે મુંબઈ મહાનગરને પાણીપુરવઠો કરનારા ભાંડુપ વોટર ફિલ્ટરેશન પ્લાન્ટમાં થનારા પાણીપુરવઠામાં પાંચથી દસ ટકાનો ઘટાડો થયો છે. તેથી મુંબઈમાં ગુરુવાર અને શુક્રવાર આ બે દિવસ પાંચથી ૧૦ ટકાનો ઘટાડો થયો છે. તેને કારણે પૂરા મુંબઈ મહાનગરપાલિકા વિસ્તારમાં ગુરુવાર ૧૭ ઑક્ટોબર, ૨૦૨૪થી શુક્રવાર, ૧૮ ઑક્ટોબર, ૨૦૨૪ આ બે દિસવ દરમિયાન પાંચથી ૧૦ ટકા પાણીકાપ મૂકવામાં આવ્યો છે.
મુંબઈ શહેર અને ઉપનગરમાં મુખ્યત્વે વૈતરણા બંધમાંથી પાણીપુરવઠો કરવામાં આવે છે. આ બંધમાંથી પાણી લઈ જનારી વૈતરણા પાઈપલાઈનની યંત્રણામાં તારાળી ખાતે ૯૦૦ મિલીમીટર વ્યાસ બગડી ગયા છે. તેનું સમારકામ તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવ્યું છે. તે માટે બંધમાંથી પાણી લઈ જનારી યંત્રણા આંશિક રીતે બંધ કરવામાં આવી છે. તેથી મુંબઈ શહેર એ ઉપનગરમાં પાણીપુરવઠો કરનારા ભાંડુપ ફિલ્ટરેશન પ્લાન્ટમાં પણ પાણી ઓછું આવી રહ્યું છે.
| Also Read: આવતી કાલે અને પરમ દિવસે બે દિવસ રહેશે મુંબઈમાં આટલા ટકા પાણીકાપ
આ સમારકામમાં ઓછામાં ઓછા ૪૮ કલાકનો સમય લાગવાની શક્યતા છે. તેથી ગુરવારથી શુક્રવાર બે દિવસ પાણીકાપનો સામનો કરવો પડશે. શનિવારથી પાણીપુરવઠો પૂર્વવત્ત થશે.