
મુંબઈ: ગઈ કાલે સાંજે મુંબઈની ગોરેગાંવ ફિલ્મ સિટી પાસે દુર્ઘટના ઘતી હતી. અચાનક એક દીવાલ ધરાશાયી જતા બે લોકોના મોત થયા હતા. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. માહિતી મળતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, આ ઘટના ગોરેગાંવ ફિલ્મ સિટી પાસે બની હતી. દિવાલ ધરાશાયી થવાની આ ઘટના શનિવારે સાંજે લગભગ 6.30 વાગ્યે બની હતી. અહીં આરે કોલોની રોડ પર ફિલ્મ સિટીના ગેટ નંબર 2 પાસે દિવાલ ધરાશાયી થઈ હતી. આ અંગે ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું કે જે દિવાલ પડી તે લગભગ 60 ફૂટ લાંબી અને 20 ફૂટ ઉંચી હતી.
દિવાલ પડતા ત્રણ લોકો દટાયા હતા. આ દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી. આ દિવાલ ગોરેગાંવમાં પ્રાઇમ ફોક્સ પ્રોડક્શનની પાછળ ફિલ્મ સિટી ગેટ નંબર 2 પાસે હતી.
તાત્કાલિક દોડી આવ્યા હતા અને પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી હતી. ઘટનાની આસપાસ હાજર લોકોએ બચાવ કામગીરી શરૂ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ત્યાં સુધીમાં લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
માહિતી મળતાં જ એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. આ દરમિયાન 108 એમ્બ્યુલન્સ સાથે આવેલા તબીબે બે ઘાયલોને મૃત જાહેર કર્યા હતા. તેમની ઓળખ 32 વર્ષીય સિન્ટુ મંડલ અને 45 વર્ષીય જયદેવ પ્રહલાદ બિસ્વાસ તરીકે થઈ છે.
આ ઘટનામાં ઘાયલ એક વ્યક્તિને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.