લોકલ ટ્રેનની ટિકિટ કઢાવવા હવે લાંબી લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી, રેલવેએ શરૂ કરી ખાસ સુવિધા…

મુંબઈઃ મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનમાં દરરોજ લાખો પ્રવાસીઓ પ્રવાસ કરે છે. લોકલ ટ્રેનમાં મુસાપરી કરવા માટે પ્રવાસીઓએ ટિકિટ લેવી પડે છે અને ઘણી વખત ટિકિટ બારી પર ખૂબ જ લાંબી લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડે છે. મધ્ય રેલવે દ્વારા હવે પ્રવાસીઓની આ સમસ્યાનો એક નવો ઉપાય શોધી કાઢવામાં આવ્યો છે. પ્રવાસીઓને સરળતાથી ટિકિટ મળી રહે એ માટે હવે રેલવે દ્વારા યુટીએસ સહાયકની નિમણૂંક કરી છે. આ નવી સેવેના કારણે 15 દિવસમાં જ રેલવેને 22.01 લાખ રૂપિયાની કમાણી કરી છે.
રેલવે દ્વારા પ્રવાસીઓને ઝડપથી ટિકિટ મળી રહે એ માટે અલગ અલગ યોજનાઓ અમલમાં મૂકે છે. હવે મધ્ય રેલવે દ્વારા પ્રવાસીઓને ઝડપ અને સરળતાથી ટિકિટ મળી રહે એ માટે યુટીએસ સહાયકની નિમણૂંક કરી છે અને કર્મચારીઓ દ્વારા રેલવેને ઝડપથી ટિકિટ મળી રહી છે. મધ્ય રેલવે દ્વારા શરૂ કરવામાં આવેલી આ નવી સેવાને કારણે 15 જ દિવસમાં રેલવે 22.01 લાખ રૂપિયાની કમાણી થઈ છે.
મધ્ય રેલવે દ્વારા 31મી ઓક્ટોબરથી પ્રવાસીઓની સુવિધા માટે મોબાઈલ યુટીએસ સહાયકની નિમણૂંક કરી છે. મધ્ય રેલવેના સીએસએમટી રેલવે સ્ટેશન પર ત્રણ યુટીએસ સહાયકની નિમણૂંક કરી હતી અને આ કર્મચારીઓને એમ યુટીએસ સહાયક તરીકે ઓળખવામાં આવે છે. આ કર્મચારીઓ પાસે એક મોબાઈલ, એક નાનકડું ટિકિટ પ્રિન્ટિંગ મશીન લઈને ટિકિટ બારીની આસપાસ ફરતાં જોવા મળી રહ્યા છે.
ટિકિટ બારી પર લાંબી લાઈનોમાં ઊભા રહેલાં પ્રવાસીઓ પાસે જઈને તેમને આ નવી સુવિધાની જાણકારી આપીને પ્રવાસીઓની મદદ કરવામાં આવે છે. એમ યુટીએસ કર્મચારીઓની વૈકલ્પિક વ્યવસ્થા તરીકે તેમને ટિકિટ બારીની અંદર બેસીને ટિકિટ આપવાની પરવાનગી આપવામાં આવી છે. તેમની પાસે ડિજિટલ કે કેશ બંને પ્રકારે ટિકિટ ખરીદી શકાય છે.
એમ-યુટીએસ સહાયર દ્વારા 31મી ઓક્ટોબરથી આ સેવા શરૂ કરવામાં આવી છે અને 14મી નવેમ્બર એમ 15 દિવસમાં 14,201 ટિકિટનું વેચાણ કરીને 22.01 લાખ રૂપિયાની કમાણી કરી હતી. ભારતી રેલવે દ્વારા નવી દિલ્હી, કલકત્તા, બેંગ્લોર, ચેન્નઈ અને સીએસએમટી સ્ટેશન પર એમ-યુટીએસ સહાયકની નિમણૂંક કરવાની શરૂઆત કરવામાં આવી છે.
છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરીને તેમના નોલેજમાં પણ વધારો કરજો હં ને, જેથી તેમને પણ પ્રવાસ કરવામાં સરળતા રહે. આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.
આ પણ વાંચો…મધ્ય રેલવેએ CSMT-કર્જત/કસારા કોરિડોરમાં ટૂંક સમયમાં દોડાવાશે 15 કોચની લોકલ ટ્રેન



