આમચી મુંબઈ

મુંબઈ યુનિવર્સિટી UG એડમિશન: ત્રીજી અને અંતિમ યાદી આવતીકાલે થશે જાહેર

મુંબઈ: મુંબઈ યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજો, સ્વાયત્ત કોલેજો અને માન્યતા પ્રાપ્ત શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક વર્ષ 2025-26 હેઠળ પ્રથમ વર્ષના અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમો માટે છેલ્લી પ્રવેશ યાદી આવતીકાલે સવારે 11 વાગ્યે સંબંધિત કોલેજોની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે.

ત્રીજા લિસ્ટમાં જે વિદ્યાર્થીઓના નામ હોય તેમણે 6 થી 10 જૂન દરમિયાન બપોરે 3 વાગ્યાથી દસ્તાવેજોની ઓનલાઈન ચકાસણી કરી અન્ડરટેકિંગ ફોર્મ સાથે ફી ભરી એડમિશન સુનિશ્ચિત કરવાનું રહેશે.

પ્રથમ વર્ષના અંડરગ્રેજ્યુએટ એડમીશમ માટેના પહેલા લિસ્ટ અનુસાર પરંપરાગત અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેન પાત્રતા માર્ક્સમાં (કટ-ઓફમાં) બેથી ચાર ટકાનો ઘટાડો થયો હતો, જ્યારે સેલ્ફ-ફાઇનાન્સ્ડ અભ્યાસક્રમો માટે પ્રવેશ પાત્રતા ગુણમાં વધારો થયો હતો.

આ પણ વાંચો: સિવિલ ડિફેન્સનો કોર્સ મુંબઈ યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં સામેલ કરાશે…

ત્યાર બાદ બીજી પ્રવેશ યાદી હેઠળના પરંપરાગત અને સેલ્ફ ફાઇનાન્સ્ડ કોર્સના એડમિશન ક્વોલિફાઈંગ માર્ક્સમાં (પાત્રતા માટેના ગુણમાં) 3-5 ટકાનો ઘટાડો થયો છે.

સંબંધિત અભ્યાસક્રમો માટે બીજી પ્રવેશ સૂચિ ઘણી કોલેજો દ્વારા જાહેર કરવામાં આવી નથી કારણ કે તમામ બેઠકો પર સંબંધિત અભ્યાસક્રમોની પ્રવેશ ક્ષમતા અનુસાર પ્રવેશ નક્કી કરવામાં આવ્યો છે.

હવે અનેક કોલેજોમાં વિવિધ અભ્યાસક્રમો માટે મર્યાદિત બેઠકો અને તે માટે વધુ પ્રવેશ અરજીઓ હોવાથી ત્રીજી પ્રવેશ યાદી હેઠળ પ્રવેશ પાત્રતા ગુણમાં ફરી વધારો થવાની શક્યતા છે. પરિણામે નામાંકિત કોલેજોમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓમાં હરીફાઈ થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button