આમચી મુંબઈ

મુંબઈગરાઓ માટે ખુશખબરઃ મીઠી નદીની નીચેથી દોડાવાશે મેટ્રો ટ્રેન, જુઓ સ્ટેશનની તસવીરો…

મુંબઈ: મુંબઈગરાઓ માટે વધુ એક સારા સમાચાર મળી રહ્યા છે, મુંબઈની પહેલી અંડરગ્રાઉન્ડ માટે વધુ બે સ્ટેશન તૈયાર છે. મુંબઈની સૌથી પહેલી અંડરગ્રાઉન્ડ મેટ્રો મીઠી નદીના નીચેથી પસાર થઈને છેક ધારાવી સુધી પહોંચશે. મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશને આ લાઈનના વધુ નવા સ્ટેશનની તસવીરો જારી કરી હતી.

પોસ્ટની કેપ્શન લખવામાં આવ્યું છે “મુંબઈના આદરણીય મંદિરોમાંના એક મેટ્રો સ્ટેશનનો દુર્લભ નજારો અહીં પ્રસ્તુત છે, જે અદ્ભૂત ડિઝાઇનની સાથે આસ્થા જોડાયેલી છે. વધુ એક મેટ્રો સ્ટેશન ટીમવર્ક સાથે બનાવ્યું છે. આજે, તે હજારો લોકોને સુવિધા, ઝડપ અને આશીર્વાદ સાથે જોડે છે.

https://twitter.com/MumbaiMetro3/status/1911715328490422492

હાલના તબક્કે આરેમાં જેવીએલઆર અને બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ વચ્ચે કામ ચાલુ છે, જ્યારે બીજા ફેઝમાં ધારાવીથી આચાર્ય અત્રે ચોક (વરલી નાકા) સુધી જશે. આજે મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડે (MMRCL) તેના સત્તાવાર હેન્ડલ પર સિદ્ધિવિનાયક મેટ્રો સ્ટેશનનો ફર્સ્ટ લૂક પોસ્ટ કર્યો હતો. મુંબઈના માનીતા મંદિરોમાંના એક શ્રી સિદ્ધિવિનાયક મંદિરની બાજુમાં આવેલા આ નવા સિદ્ધિવિનાયક મેટ્રો સ્ટેશનની તસવીર પોસ્ટ કરી હતી. એમએમઆરસીએ ધારાવી અને શિતલાદેવી સ્ટેશનનો પણ સમાવેશ થાય છે. એના સિવાય ધારાવી સ્ટેશનનું કામ પણ પડકારજનક છે.

મુંબઈની અંડરગ્રાઉન્ડ મેટ્રો એટલે એક્વા લાઇન (મુંબઈ મેટ્રો લાઇન 3) પર સિદ્ધિવિનાયક મેટ્રો સ્ટેશન પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિરની નજીક આવેલું છે અને તે દાદર બીચ અને રવિન્દ્ર નાટ્ય મંદિર તેમ જ અન્ય સ્થળોને જોડે છે. એક્વા લાઇન જેને લાઇન 3 તરીકે ઓળખવામાં આવે છે, તે મુંબઈની પ્રથમ સંપૂર્ણપણે ભૂગર્ભ મેટ્રો લાઇન છે.

ઉલ્લેખનીય છે કે મુંબઈ મેટ્રો લાઈન 3 (એક્વા લાઈન)માં તેના પ્રથમ તબક્કામાં 10 સ્ટેશન છે, જે BKC (બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ)ને આરે કોલોની JVLR (જોગેશ્વરી વિક્રોલી લિંક રોડ ) સાથે જોડે છે. તેમાં BKC, બાંદ્રા કોલોની, સાંતાક્રુઝ, છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ (CSMIA) T1, સહાર રોડ, CSMIA T2, મરોલ નાકા, અંધેરી, SEEPZ અને આરે કોલોની JVLR સ્ટેશનનો સમાવેશ થાય છે. 10 સ્ટેશનમાંથી, નવ ભૂગર્ભ છે. આરે કોલોની સ્ટેશન ગ્રાઉન્ડ લેવલ પર આવેલું એકમાત્ર સ્ટેશન છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button